E-Paper

મહીસાગર વન વિભાગનું સફળ ઓપરેશન.

મહીસાગર વન વિભાગનું સફળ ઓપરેશન.

ગેરકાયદેસર લાકડાની હેરફેર મા બે વાહનો ઝડપાયા.

મહીસાગર વન વિભાગ દ્વારા નાયબ વન સંરક્ષકશ્રીના માર્ગદર્શન હેઠળ અને પરિક્ષેત્ર વન અધિકારીશ્રી લુણાવાડાની તાત્કાલિક સૂચનાઓ મુજબ ગેરકાયદેસર વનસંપદાની હેરફેરને ડામવા માટે સઘન પેટ્રોલિંગ અને વોચનું આયોજન કરવામાં આવ્યું હતું. વન વિભાગની આ ટીમે આજે વનસંપદાના સંરક્ષણ માટેની તેમની પ્રતિબદ્ધતા સાબિત કરતું સફળ ઓપરેશન હાથ ધર્યું છે.

 

વન વિભાગના સ્ટાફે મલેકપુર બાજુથી ગેરકાયદેસર લાકડા ભરેલા વાહનોની અવરજવરની સંભાવનાને ધ્યાનમાં રાખીને ચાકલીયા ચોકડી પર ખાસ વોચ ગોઠવી હતી. આ વોચ દરમિયાન, બપોરના આશરે ૧૨:૦૦ કલાકે, બે માલવાહક વાહનો શંકાસ્પદ જણાતા તેને અટકાવવામાં આવ્યા હતા, જેના નંબર GJ 23 X 7558 અને GJ 18 T 9653 હતા.

 

બંને વાહનોની તલાશી લેતા, તેમાં ગેરકાયદેસર રીતે લીલા તાજા પંચરાવ લાકડાનો જથ્થો ભરેલો મળી આવ્યો હતો. વન વિભાગના સ્ટાફ દ્વારા વાહનના ડ્રાઇવરો પાસે લાકડાના વહન માટે આવશ્યક પાસ-પરમિટ અને કાયદેસરના દસ્તાવેજોની માંગણી કરવામાં આવતા, તેઓ કોઈ પણ માન્ય દસ્તાવેજ રજૂ કરી શક્યા નહોતા.

 

વન વિભાગ દ્વારા તાત્કાલિક ધોરણે બંને વાહનો અને તેમાં ભરેલો ગેરકાયદેસર લાકડાનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. કાયદાકીય જોગવાઈઓ મુજબ વધુ તપાસ અને કાર્યવાહી હાથ ધરવા માટે આ બંને ટ્રકોને લુણાવાડા સેલ ડેપો ખાતે સુરક્ષિત મૂકવામાં આવી છે. વન વિભાગ દ્વારા ગેરકાયદેસર વનસંપદાના દુરુપયોગને રોકવા માટે ભવિષ્યમાં પણ આવી કડક કાર્યવાહી ચાલુ રાખવામાં આવશે.

દિનેશ ચમાર

મહીસાગર

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!