આધાર પુરાવા વગરના પવનચક્કિના ફાઉન્ડેશનમાં વપરાતા લોખંડના સળીયા સાથે એક ઇશમને પકડી પાડતી માનકુવા પોલીસ

- આધાર પુરાવા વગરના પવનચક્કિના ફાઉન્ડેશનમાં વપરાતા લોખંડના સળીયા સાથે
- એક ઇશમને પકડી પાડતી માનકુવા પોલીસy
અહેવાલ. ધરકાસ મોખા
શ્રી ચિરાગ કોરડીયા સાહેબ પોલીસ મહાનિરીક્ષકશ્રી, સરહદી રેન્જ, ભુજ તથા શ્રી વિકાસ સુંડા સાહેબ, પોલીસ અધિક્ષકશ્રી, પશ્ચિમ કચ્છ-ભુજ તથા શ્રી આર.ડી.જાડેજા સાહેબ, નાયબ પોલીસ અધિક્ષકશ્રી. ભુજ વિભાગ-ભુજનાઓએ મિલ્કત સંબંધી ગુનાઓ શોધી કાઢવા તેમજ અટકાવવા સુચના કરેલ હોઇ જેઓની ની સુચના અને માર્ગદર્શન આધારે
જે અન્વયે શ્રી પી.પી.ગોહિલ ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટર માનકુવા પોલીસ સ્ટેશનનાઓએ મિલ્કત સંબંધી બનતા અટકાવવા અને ડીટેકટ કરવા સુચના આપેલ હોઇ જે અન્વયે આજરોજ પો.હેડ. કોન્સ અશોકભાઇ એમ. ડાભી તથા કિરણકુમાર એસ. પુરોહિત નાઓને મળેલ ખાનગી રાહે બાતમી હકીકત આધારે દહિસરા ગામેથી આધાર-પુરાવા વગરના ચોરી કે છળકપટથી મેળવેલ પવનચક્કિના ફાઉન્ડેશનમાં વપરાતા લોખંડના સળીયા તેમજ તેના પર લાગતી ચાકી તેમજ વાઇસર જોડ નંગ- ૪૭ સાથે એક ઇશમને પકડી પાડી ધોરણસર કાર્યવાહી કરવામાં આવેલ છે.
પકડાયેલ ઇસમ-
અસ્લમ ઉર્ફે ભાલો અબ્દુલ કુંભાર ઉ.વ. ૨૭ રહે. કેરા રોડ, દહિસરા તા.ભુજ-કચ્છ
કબ્જે કરેલ મુદામાલઃ-
(૧) લોખંડના ૫૦ mm ના ગોળ નવ ફુટ લાંબા સળીયા જે ચાકી અને વાઇસર સાથે જોડ નંગ – ૪૭જેનુ કુલ વજન આશરે ૧૬૭૦/- કિલો કિ.રૂ. ૪૧,૭૨૦/-
(૨) બોલેરો પીકઅપ રજી.નં. GJ12CT5070 કિ.રૂ. ૫,૦૦,૦૦૦/-
(૩) એન્ડ્રોઇડ મોબાઇલ નંગ-૧ કિ.રૂ. ૩૦,૦૦૦/-
એમ કુલ્લે કિં.રૂા. ૫,૭૧,૭૨૦/- નો મુદામાલ કબ્જે કરેલ છે.
આ કામગીરીમાં માનકુવા પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટર શ્રી પી.પી.ગોહિલ તથા સર્વેલન્સ સ્કોડના કર્મચારીઓ એ.એસ.આઇ. ઉપેન્દ્રસિંહ રાણા તથા પો.હેડ કોન્સ. જયપાલસિહ જાડેજા, અશોકભાઇ ડાભી, વિનોદભાઇ ઠાકોર, કિરણકુમાર પુરોહિત તથા આ.સો.ડ્રા. કીશોરસિંહ સોઢા તથા જી.આર.ડી. તોશીફ ખલિફાનાઓ જોડાયેલ હતા




