E-Paper
તલોદના રૂપાલ ગામે રામદેવપીર મંદિરે માનવ મહેરામણ ઉમટ્યું

તલોદના રૂપાલ ગામે રામદેવપીર મંદિરે માનવ મહેરામણ ઉમટ્યું
રૂપાલ ગામે ભાદરવા સુદ નોમ ના દિવસે દર વર્ષ ની જેમ આ વર્ષે પણ રામદેવપીર મહારાજ ની વાજતે ગાજતે શોભા યાત્રા નીકળી હતી જેમાં મોટી સંખ્યામાં ભાવિ ભક્તો જોડાયા હતા જ્યાં શ્રદ્ધાંયાળુ ઓ દ્વારા બાર બીજ ના ધણી એવા બાબા રામદેવપીર ના દર્શન માટે આજુ બાજુ ના ગામો માં થી પગપાળા ચાલી ને આવેલા ભક્તો એ મંદિર ના શીખરે નેજા ચડાવી ધન્યતા અનુભવી હતી તલોદ ગામ થી નેજાધારી પગપાળા સંઘ ડી જે ના તાલ સાથે ચાલતા મોટી સંખ્યામાં દર્શન માટે ભક્તો પોંહચ્યા હતા બાબા રામદેવપીર મંદિર પરિસર માં ભક્તિ મય માહોલ પ્રસરી ગાયો હતો જ્યાં રૂપાલ ગામ ના ગ્રામજનો ના આયોજન દ્વારા સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી અને ભક્તો માટે મહાપ્રસાદ સ્વરૂપે ભોજન ની વ્યવસ્થા કરવામાં આવી હતી
અહેવાલ :જીતુભા રાઠોડ તલોદ




