વાવ તાલુકાના બિયોક ગામે વાવ ધારાસભ્ય અને નવયુક્ત ગુજરાત સરકારના ખાદી અને ગ્રામ ઉધોગ મંત્રી સ્વરૂપજી ઠાકોરની ઉપસ્થિતમાં નવા વર્ષ ઉજવણી કરાઈ

વાવ તાલુકાના બિયોક ગામે વાવ ધારાસભ્ય અને નવયુક્ત ગુજરાત સરકારના ખાદી અને ગ્રામ ઉધોગ મંત્રી સ્વરૂપજી ઠાકોરની ઉપસ્થિતમાં નવા વર્ષ ઉજવણી કરાઈ
બિયોક ગામના સર્વે સમાજના લોકો દ્વરા વાગતા ઢોલ સામૈયા સાથે ફટાકડા ફોડી મંત્રી શ્રીનું ભવ્ય સન્માન કરવામાં આવ્યું સાથે નવયુક્ત બિયોક ગામના સરપંચ દશરથભાઈ કે રાજપૂત નું પણ સન્માન કરાયું
સૌ પ્રથમ સરપંચ શ્રી એ પુસ્તક ભેટ આપી સન્માન કરેલ
ત્યાર બાદ સુથાર સમાજ,રબારી સમાજ, ડેપ્યુટી સરપંચ બળવંતજી રામાજી તેમજ હરખાજી હમીર ભગત પરિવાર,ગૌસ્વામી પરિવાર, પરમાર જીવાભાઈ, સેંધાભાઈ પરિવાર, નાઈ પરિવાર, આશાપુરા સુથાર યુવક મંડળ , પ્રજાપતિ પરિવાર,અજિતસિંહ સોઢા પરિવાર,રૂપસિંહજી લુહાર પરિવાર,વિક્રમભાઈ ભૂદેવ પરિવાર, તારુંડીયા ઠાકોર પરિવાર આમ સમસ્ત ગામ લોકો એ સન્માન કરેલ અને નવા વર્ષે ની ઉજવણી કરી સાથે ચા પાણી ભોજન જમણવારનું આયોજન રાખેલ
, મંત્રી એ જણાવ્યું કે ગામમા સંપ રાખજો ગામે મને ઘણું આપ્યું છે સૌ ગામ લોકો નો આભાર વ્યક્ત કરેલ
કાર્યક્રમ નું સંચાલન હરખાજી હમીરજી ઠાકોર અને વિક્રમભાઈ ભૂદેવ કરેલ
અહેવાલ ત્રિકમ ઠાકોર વાવ થરાદ




