ચોટીલામાં અચાનક વાતાવરણમાં પલટો અવતા ગાજવીજ સાથે કમોસમી વરસાદ અને બરફના કરા પડ્યા …

ચોટીલામાં અચાનક વાતાવરણમાં પલટો અવતા ગાજવીજ સાથે કમોસમી વરસાદ અને બરફના કરા પડ્યા .ચોટીલા તાલુકામાં હવામાન વિભાગની આગાહી બાદ ભર ઉનાળે વરસાદી માહોલ ભારે પવન સાથે કમોસમી વરસાદ અને બરફના કરા પડ્યા, ચોટીલા તાલુકામાં સવારથી વાદળછાયુ વાતાવરણ છવાઈ ગયું હતું. અને સાંજે અચાનક વાતાવરણમાં પલટો અવતા ગાજવીજ સાથે કમોસમી વરસાદ અને બરફના કરા પડ્યા હતા. ચોટીલા તાલુકામાં અનેક જગ્યાએ કરા સાથે વરસાદ પડ્યો હતો. જ્યારે લોકોએ ગરમીથી રાહત અનુભવી હતી. પરંતુ વરસાદને પગલે ખેડુતોને નુકસાની જવાની ભીતી પણ સેવાઈ રહી છે.કડાકાભડાકા અને કરા સાથે વરસાદ વરસ્યો હતો વાતાવરણમાં ઠંડક પ્રસરી પણ ખેડુતોએ મહામહેનતે કરેલ, ઉનાળુ તલ સહિતના અનેક પાકને મોટાપાયે નુકસાની થવાની શક્યતા છે. ઉનાળું પાકને નુકસાની થવાની ભીતિથી ખેડૂતોમાં ચિંતાની લાગણી ફેલાઇ છે.
અહેવાલ – અફઝલ મુલતાની ચોટીલા સુરેન્દ્રનગર.