E-Paper

ભુજ શહેર બી ડીવીઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી આધાર પુરાવા વગરના એલ્યુમીનીયમના વાયરો સાથે ત્રણ ઇસમોને પકડી પાડતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ ભુજ

 

 

ભુજ શહેર બી ડીવીઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી આધાર પુરાવા વગરના એલ્યુમીનીયમના વાયરો સાથે ત્રણ ઇસમોને પકડી પાડતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ ભુજ

 

શ્રી ચિરાગ કોરડીયા સાહેબ, પોલીસ મહાનિરીક્ષકશ્રી, સરહદી રેન્જ, ભુજ તથા વિકાસ સુંડા સાહેબ પોલીસ અધિક્ષકશ્રી પશ્ચિમ કચ્છ-ભુજનાઓએ જીલ્લામાં ચોરીના વધતા જતા બના અટકાવવા તેમજ આધાર પુરાવા વગરની ચીજ વસ્તુની થતી હેરફેર રોકવા તથા આવી પ્રવૃતી કરતા ઇસ વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા સુચના આપેલ.

 

જે અનુસંધાને લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ-ભુજના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટર એચ.આર.જેઠી તથા પોલીસ સબ ઇન્સ્પેકટરશ્રી જે.બી.જાદવનાઓએ લોકલ ક્રાઇમ બ્રાન્ચના સ્ટાફને જીલ્લા ગેરકાયદેસર પ્રવૃત્તી કરતા ઇસમો વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા સુચના આપેલ હતી જે સુચના મુજ એ.એસ.આઇ. પંકજભાઇ કુશવાહા તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ ધર્મેન્દ્રભાઇ રાવલ, નવીનભાઇ જોષી પો.કોન્સ. જીવરાજભાઇ ગઢવી તથા ભરતભાઇ ગઢવીનાઓ ભુજ તાલુકા વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન પંકજભાઇ કુશવાહાનાઓને ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે, કાસમ જખરા મોખા રહે. નાના વરનોરા તાલોકો.ભુજ વાળો પોતાના મળતીયા સાથે બોલેરો મેક્ષ પીક-અપ લોડીગ ગાડી જેના રજી.નંબ ર.જીજે-૩ ટી ૮૭ ૯૨ માં એલ્યુમીનીયમના વાયરોના ગુચડા ભરી નાગોર ગામ તરફથી નિકળી ગયેલ છે. અને વાયરો તે ચોરી કે છળકપટથી મેળવેલ વાયરો છે અને તે આ વાયરો સગેવગે કરવા માટે જઇ રહ્યો જેથી મળેલ હકીકત અંગે તુરત જ વર્કઆઉટ કરી તપાસ કરતા ત્રણ ઇસમો મળી આવેલ અને તેમ કબ્જાના વાહનના પાછળના ભાગે એલ્યુમીનીયમના વાયરોના ગુચડા ભરેલ હોઇ જે બાબતે મજકુર ઇસ પાસે રહેલ વાયરો બાબતે કોઇ આધાર પુરાવા કે બીલ બાબતે પુછતા નહી હોવાની હકીકત જણાવેલ જે મજકુર ઇસમોના કબ્જામાંથી મળી આવેલ મુદ્દામાલ શક પડતી મિલ્કત તરીકે બી.એન.એસ.એસ. કલમ૧૦૬ મુજબ કબ્જે કરી મજકુર ઇસમોને બી.એન.એસ.એસ. કલમ- ૩૫(૧)ઇ મુજબ અટક = આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે.

 

કબ્જે કરેલ મુદ્દામાલ

 

એલ્યુમીનીયમના વાયરોના ગુચડા વજન આશરે ૪૧૦ કીલો.ગ્રામ . કિંમત.. ૪૧,૦૦૦/-

 

બોલેરો પીકઅપ રજીસ્ટર.નંબર. જીજે- ૩૯ -ટી- ૮૭ ૯૨ કિમત ૩,૦૦,૦૦૦/-

 

પકડાયેલ ઇસમો

 

કાસમ જખરા મોખા . ૪૨ રહે નાના વરનોરા

 

રફીક સુલેમાન મમણ ૨૪ રહે નાના વરનોરા

 

સમીર અબ્દુલ મમણ ૨૪ રહે નાના વરનોરા તાલૂકો.ભુજ..

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!