E-Paper

૨૪ કલાક ફરજ બજાવતી પોલીસને ધમકી આપતા જીગ્નેશ મેવાણી સામે કચ્છમાં ભભૂકતો રોષ

૨૪ કલાક ફરજ બજાવતી પોલીસને ધમકી આપતા જીગ્નેશ મેવાણી સામે કચ્છમાં ભભૂકતો રોષ

પોલીસ તંત્રને નિશાન બનાવીને વડગામ ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ કરેલી ટિપ્પણી સામે હવે જનઆક્રોશ ફાટી નીકળ્યો છે. મેવાણીએ પોલીસના પટ્ટા ઉતરાવી દેવાની જે વાત કરી હતી, તેના વિરોધમાં કચ્છનું પોલીસ પરિવાર મેદાને આવ્યું છે.

સ્થાનિક સંગઠનોનું કહેવું છે કે, તહેવાર હોય કે કટોકટી, પોલીસ હંમેશા પ્રજાની પડખે હોય છે. આવા સંજોગોમાં જનપ્રતિનિધિ દ્વારા થતું આવું વર્તન નિંદનીય છે. આ મામલે પોતાનો વિરોધ દર્શાવવા મોટી સંખ્યામાં લોકો એકત્ર થઈ, રેલી યોજીને કચ્છ કલેક્ટરને આવેદનપત્ર સુપરત કરશે. સમગ્ર ઘટનાક્રમને લઈ પોલીસ આલમમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!