E-Paper

પાલનપુરના ધાણધા ખાતે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરાયું: ૨૭૪ લાભાર્થીઓને મળ્યો આરોગ્યનો લાભ

વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના ૭૫ માં જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે પાલનપુર તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, ધાણધા ખાતે તાલુકા આરોગ્ય અધિકારીશ્રી ડો. દીપક અનાવાડીયાના માર્ગદર્શન હેઠળ ડો. બનીન ઝહેરા ચૌધરી મેડીકલ ઓફિસર દ્વારા સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.

 

આ કેમ્પમાં પ્રા.આ.કે. ધાણધાના સેજામાં આવતા ૬ ગામના કુલ ૨૭૪ લોકોને તજજ્ઞ ડૉક્ટરો દ્વારા આરોગ્ય સેવાઓનો લાભ અપાયો હતો. સગર્ભા બહેનોને મગ, ચણા, રેવડી તથા નાસ્તો વિતરણ કરવામાં આવ્યો હતો.

 

કુલ લાભાર્થીઓમાં જનરલ મેડીસીન વિભાગના ૭૯, કેન્સર રોગ વિભાગના ૧, સ્ત્રીરોગ વિભાગના ૫૩, બાળરોગ વિભાગના ૮, આંખ વિભાગના ૧ તથા લેબોરેટરી ટેસ્ટના ૧૩૦, પી.એમ.જે.એ.વાય અને

વય વંદના યોજનાનો ૨ લાભાર્થીઓ મળીને કુલ ૨૭૪ લાભાર્થીઓને કેમ્પનો લાભ અપાયો હતો.

 

આ પ્રસંગે તાલુકા આરોગ્ય અધિકારીશ્રી ડો. દીપક અનાવાડીયા, સ્ત્રીરોગ નિષ્ણાત ડો. દર્શન કેલા, પ્રા.આ.કે. ધાણધાનો સ્ટાફ તથા ગ્રામજનોએ હાજરી આપી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન ડો. બનીન ઝહેરા ચૌધરી (મેડીકલ ઓફિસર, ધાણધા), આયુષ એમ.ઓ. ડો. મનિયા પ્રજાપતિ તથા આર.જે. મકવાણા (એમ.પી.એસ.એસ) દ્વારા કરવામાં આવ્યું હતું.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!