ભુજમાં સહકાર સેવા મંડળ અને જાણીતા ધારાશાસ્ત્રી શંકરભાઈ સચદેના સહયોગથી ભુજમાં મીઠાઈ વિતરણ કરાયું

ભુજમાં સહકાર સેવા મંડળ અને જાણીતા ધારાશાસ્ત્રી શંકરભાઈ સચદેના સહયોગથી ભુજમાં મીઠાઈ વિતરણ કરાયું ભુજ માં દીપાવલી નો તહેવાર મીઠાઈ સાથે ઉજવી શકે તે માટે ભુજની સહકાર સેવા મંડળ દ્વારા ભુજ ખાતે જાણીતા ધારાશાસ્ત્રી,પૂર્વ નગરપતિ અને દાતા શંકરભાઈ સચદેના પ્રમુખ સ્થાને ભુજ શહેરની સંસ્કૃત પાઠશાળા ખાતે ધનતેરસના દિને સમી સાંજે અલગ અલગ વિસ્તારોમાંથી તમામ જ્ઞાતિની બહેનોને મીઠાઈના પેકેટો આપવામાં આવ્યા હતા.પૂર્વ નગરપતિ,જાણીતા ધારાશાસ્ત્રી અને દાતા શંકરભાઈ સચદેના પ્રમુખ સ્થાને યોજાયેલા કાર્યક્રમમાં સહકાર સેવા મંડળના ઝહીરભાઈ સમેજા,માલશીભાઇ માતંગ,કરિશ્માબેન ખોજા ઉપરાંત.તુષારભાઈ હાથી તેમજ હાટકેશ સેવા મંડળના સલાહકાર વિભાકર ભાઈ અંતાણી તેમજ સત્યમ સંસ્થાના અધ્યક્ષ દર્શક ભાઈ અંતાણી સહિત સૌ કોઈ ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે ભુજના જય નગરના પાટીયે ચાલતા આનંદ મેળાના આયોજક પૈકી તારિકભાઈ પણ ઉપસ્થિત રહ્યા હતા અને તેમના દ્વારા પણ વિતરણ થયું હતું દિવાળીનો તહેવાર આનંદથી મનાવી શકે તે માટે અને સંબંધોની મીઠાશ જળવાઈ રહે તે માટે આ વિતરણ કાર્ય કર્યું હતું.કવિતાબેન (મીરા) સચદેની સ્મૃતિમાં આ મીઠાઈનું વિતરણ કરવામાં આવ્યું હતું. દરમિયાન ભુજના જાણીતા ધારાશાસ્ત્રી ઊર્મિશભાઈ સચદે તેમજ હિરેનભાઈ સચદે દ્વારા પણ સહકાર મળ્યો હતો અત્રે ઉલ્લેખનીએ છે કે ભુજ શહેરની અલગ અલગ વિસ્તારોમાંથી બહેનોને એક જગ્યાએ એકઠા કરીને મીઠાઈના બોક્સ આપવામાં આવ્યા હતા.ભુજના જાણીતા ધારાશાસ્ત્રી શંકરભાઈ સચદે ના પ્રમુખ સ્થાને યોજાયેલા કાર્યક્રમમાં સંચાલન વિભાકરભાઈ અંતાણીએ કર્યું હતું કાર્યક્રમમાં સત્યમના અધ્યક્ષ દર્શક ભાઈ અંતાણી,અનુપમભાઈ શુક્લ તેમજ શીતલબેન ગોર, આશાબેન સ્વાદિયા, કેશાબેન છાયા, આશિષભાઈ વૈદ્ય, લ્યુના બેન વૈદ્ય વિગેરે એ જહેમત ઉઠાવી હતી જ્યારે હાટકેશ મહિલા મંડળના પ્રમુખ જયશ્રીબેન હાથી એ શુભેચ્છાઓ પાઠવી હતી મહુડી રહ્યા હતા સંખ્યામાંલોકોઉપસ્થિત રહ્યા હતા. ભુજની સહકાર સેવા મંડળ દ્વારા છેલ્લા ઘણા સમયથી ભુજની સેવાના કાર્યો થાય છે તેવું વારીશ પટણીની યાદીમાં જણાવ્યું છે.




