લોક જનશક્તિ પાર્ટી (રામ વિલાસ) દ્વારા સંગઠનલક્ષી નિમણૂક

લોક જનશક્તિ પાર્ટી (રામ વિલાસ) દ્વારા સંગઠનલક્ષી નિમણૂક
ભુજ, કચ્છ:
લોક જનશક્તિ પાર્ટી (રામ વિલાસ) ના રાષ્ટ્રીય મહાસચિવ (લઘુમતી મોરચા) શ્રી અ. સતાર માંજોઠી દ્વારા કચ્છ જિલ્લામાં સંગઠનને મજબૂત કરવાના ભાગરૂપે નવી નિમણૂકની જાહેરાત કરવામાં આવી છે.
શ્રી અ. સતાર માંજોઠીએ જણાવ્યુ છે કે, પક્ષની વિચારધારાને જન-જન સુધી પહોંચાડવા અને સંગઠનને વેગ આપવા માટે શ્રી ધરકાસ જુમા મોખાની “ભુજ તાલુકા મહામંત્રી (લઘુમતી મોરચા)” તરીકે નિમણૂક કરવામાં આવી છે.
શ્રી માંજોઠીએ વધુમાં ઉમેર્યું હતું કે, ધરકાસભાઈની સક્રિયતા અને અનુભવનો લાભ પાર્ટીને મળશે અને તેઓ લઘુમતી સમાજના પ્રશ્નોને વાચા આપી સંગઠનને નવી ઊંચાઈ પર લઈ જશે. આ નિમણૂક બદલ શ્રી અ. સતાર માંજોઠી અને કચ્છ જિલ્લાના અન્ય હોદ્દેદારોએ ધરકાસભાઈને ખૂબ-ખૂબ અભિનંદન અને કાર્યકાળ માટે શુભેચ્છાઓ પાઠવી છે.
લિ.,
અ. સતાર માંજોઠી
રાષ્ટ્રીય મહાસચિવ (લઘુમતી મોરચા),
લોક જનશક્તિ પાર્ટી (રામ વિલાસ)




