જીગ્નેશ મેવાણીએ ટ્વીટ કરી..

જીગ્નેશ મેવાણીએ ટ્વીટ કરી..
ડીજી સાહેબ,
પોલીસના મનોબળ વિષે કાલે સરસ બોલ્યા, અભિનંદન!
પણ, તમે એવી અપીલ કેમ ના કરી કે ખબરદાર આપણા ગુજરાતમાં ક્યાંય દારૂ જુગાર કે ડ્રગ્સનો વેપાર થયો છે તો – તમને ખાખી વર્દીની કસમ છે.
બધું જડબેસલાક બંધ કરાવી દો, ડ્રગ્સનું નામોનિશાન નહીં રહેવુ જોઇએ – આવું કહી પોલીસનું મનોબળ કેમ ના વધાર્યું?
કરો ગ્રેડ પેની માંગણી, બનાવો પોલિસ યુનિયન હું બેઠો છું – આવું કહી પોલીસ ફોર્સનું મનોબળ કેમ ના વધાર્યુ?
આશ્ચર્ય થાય છે!
આજે સંવિધાન દિવસ છે. આશા રાખું છું કે તમે કોંગ્રેસ ભાજપને નહીં, સંવિધાનને વરેલા હશો!
તો, તમે સાહબે એટલું જણાવો કે રાજ્યના મુખ્યમંત્રી અને ગૃહ મંત્રીના વિધાનસભા ક્ષેત્રમાં ચાલતા દારૂ જુગારના અડ્ડાઓ પર સ્ટેટ મોનિટરિંગ સેલની રેડ ક્યારે પાડો છો?
તમારા જ શબ્દોમાં કહીએ તો તમે તો “લીડર ઓફ ધી ફોર્સ” છો ! રાજ્યની પોલીસનું મનોબળ વધે એ માટે નિવૃત્તિ પહેલા એકવાર આટલું કરી બતાવશો એવી આશા!




