E-Paper
ઈસનપુરમાં પોલીસ છાવણી વચ્ચે ૯૨૫ મકાનો તોડવાની કામગીરી શરૂ..

ઈસનપુરમાં પોલીસ છાવણી વચ્ચે ૯૨૫ મકાનો તોડવાની કામગીરી શરૂ..
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ઈસનપુર તળાવ ખાતે આજથી મોટું ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું છે. ૫૦૦ પોલીસકર્મીઓની હાજરીમાં ૨૦ બુલડોઝર દ્વારા ૯૨૫ કાચા-પાકા મકાનો તોડવાનું શરૂ કરાયું છે. દિવાળી અને સ્થાનિકોની રજૂઆતને કારણે જે કામગીરી અટકી હતી તે હાઈકોર્ટના આદેશ બાદ વેગવંતી બની છે.
નોંધનીય છે કે હાઈકોર્ટે આ વિસ્તાર જળાશય હોવાથી દબાણો દૂર કરવા લીલી ઝંડી આપી છે. અગાઉ અહીંથી ૧૬૭ જેટલી દુકાનો પણ તોડી પાડવામાં આવી હતી. હાલ તળાવના ચારેય ઝોનમાં એકસાથે કામગીરી ચાલી રહી છે.




