108 ટીમે ગર્ભવતી મહિલાનો જીવ બચાવ્યો — એમ્બ્યુલન્સમાં જ બાળકીનો સફળ જન્મ

ભચાઉ તાલુકાના સામખિયાળી ગામની ઘટના
સામખિયાળી ગામે રહેતા સગર્ભા આરતીબેન કનુભાઈને અચાનક પ્રસૂતિ પીડા ઉપડતા જ તેમના પરિવારજનોએ 108 એમ્બ્યુલન્સ સેવા પર કોલ કર્યો હતો.
કોલ મળતાં જ EMRI ગ્રીન હેલ્થ સર્વિસની સામખિયાળી 108 ટીમ –
EMT: શૈલેશ રાયગોર અને પાયલટ: અસગર કુરેશી – તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયાં હતાં.
તપાસ દરમિયાન જાણવા મળ્યું કે આરતીબેનને 7 મહિના થયેલાં હતાં. એમ્બ્યુલન્સ ટીમે તરત જ CHC લાડકિયા હોસ્પિટલ માટે રવાના થયા, પરંતુ ઘરાણા માઢી નજીક પહોંચતાં જ સગર્ભાની સ્થિતિ ગંભીર બનેલી જણાતાં ટીમે તરત જ એમ્બ્યુલન્સમાં જ ડિલિવરી કરાવવાનો નિર્ણય લીધો.
ERCP J.D. પટેલ સાહેબના માર્ગદર્શન અને સલાહ હેઠળ, 108 એમ્બ્યુલન્સમાં ઉપલબ્ધ ડિલિવરી કીટ અને મેડિકલ સાધનોનો ઉપયોગ કરી સફળતાપૂર્વક બાળકીનો જન્મ કરાવવામાં આવ્યો હતો.
બાદમાં માતા અને બાળકને વધુ સારવાર માટે CHC લાડકિયા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતાં.
બાળકીના જન્મથી પરિવારમાં ખુશીની લાગણી છવાઈ ગઈ હતી.
પરિવારજનોએ 108 ટીમનો દિલથી આભાર માન્યો હતો.
કચ્છ જિલ્લાના પ્રોગ્રામ મેનેજર પ્રજાપતિ સાહેબ અને EME રીઝવાન સાહેબ દ્વારા ટીમની તાત્કાલિક અને પ્રશંસનીય કામગીરીની ભરપૂર પ્રશંસા કરવામાં આવી હતી.
અહેવાલ : વિક્રમભાઈ જોષી કચ્છ




