E-Paper
શ્રી જી.સી.ઇ.આર.ટી ગાંધીનગર પ્રેરિત જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન આયોજિત ધરણીધર તાલુકાના ટડાવ સેન્ટર કક્ષાનો વિજ્ઞાન ગણિત પર્યાવરણ પ્રદર્શન-૨૦૨૫ શ્રી ચોટીલ પ્રાથમિક શાળામાં આયોજન કરવામાં આવ્યું

શ્રી જી.સી.ઇ.આર.ટી ગાંધીનગર પ્રેરિત જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન આયોજિત ધરણીધર તાલુકાના ટડાવ સેન્ટર કક્ષાનો વિજ્ઞાન ગણિત પર્યાવરણ પ્રદર્શન-૨૦૨૫ શ્રી ચોટીલ પ્રાથમિક શાળામાં આયોજન કરવામાં આવ્યું. આ પ્રદર્શનમાં સેન્ટર શાળાઓની ૬ સ્કૂલે ભાગ લીધો. એક થી પાંચ વિભાગમાં ૩૦ વિવિધ કૃતિઓ સાથે બાળ વૈજ્ઞાનિક સાથે ગુરુજીએ ભાગ લીધો.આ પ્રદર્શનમાં સેન્ટરના સીઆરસી,શાળાના આચાર્ય,એસએમસી અધ્યક્ષ ગામ લોકો, સેન્ટર શાળાના શિક્ષકો તેમજ શાળાના બાળકો દ્રારા વિવિધ પ્રદર્શનમાં મૂકેલી કૃતિઓ નિહાળી અને નિર્ણાયક દ્વારા દરેક વિભાગમાં નંબર આપવામાં આવ્યા. તમામ બાળકોને પ્રમાણપત્ર અને ઇનામ આપીને તો પ્રોત્સાહિત કરવામાં આવ્યો.




