E-Paper

મહીસાગર જિલ્લા માર્ગ અને મકાન વિભાગ દ્વારા રોડ સમારકામની કામગીરી પૂરજોશમા.

મહીસાગર જિલ્લા માર્ગ અને મકાન વિભાગ દ્વારા રોડ સમારકામની કામગીરી પૂરજોશમા.

 

મહીસાગર જિલ્લામાં કમોસમી વરસાદને કારણે માર્ગોને ભારે નુકસાન થયું હતું. જેને ધ્યાનમાં રાખીને, જિલ્લા વહીવટી તંત્ર અને મહીસાગર જિલ્લા માર્ગ અને મકાન વિભાગ દ્વારા સજાગ થઈ લુણાવાડા-સંતરામપુર રોડ પર રિપેરિંગનું કાર્ય પૂરજોશમાં શરૂ કરવામાં આવ્યુ છે.

 

આ કામગીરીના પ્રથમ તબક્કામાં, ડાહ્યાપુર જંક્શનથી લઈને કાનાવાડ અને રીંછડી ગામો સુધીના માર્ગના સમારકામની કામગીરી સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવી છે. આ સમારકામમાં માર્ગ પર પડેલા ખાડાઓ ભરવા અને જરૂરી પેચ વર્ક પર વિશેષ ધ્યાન આપવામાં આવ્યું છે, જેથી કરીને માર્ગની સપાટી મજબૂત અને અવરજવર માટે સલામત બની શકે. વહીવટી તંત્ર દ્વારા આ વિસ્તારના રોડ-રસ્તાઓને અગ્રતા આપીને શરૂ કરાયેલા આ સમારકામથી હવે અવરજવર સરળ અને સુરક્ષિત બનશે.

દિનેશ ચમાર

મહીસાગર .

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!