જેતપુરપાવી પોલીસ સ્ટેશન વિસ્તારના મોજે ડુંગરવાંટ ત્રણ રસ્તા ઉપર પાસે એક સફેદ કલરની ફોર્ડ કંપનીની ઈક્કો સ્પોર્ટ્સ ફોર વ્હીલર ગાડી માંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂની હેરાફેરી કરતા કુલ કિ.રૂ.૨,૫૧,૦૦૦/-ના ગણનાપાત્ર પ્રોહી મુદામાલ પકડી પાડતી જેતપુરપાવી પોલીસ.

જેતપુરપાવી પોલીસ સ્ટેશન વિસ્તારના મોજે ડુંગરવાંટ ત્રણ રસ્તા ઉપર પાસે એક સફેદ કલરની ફોર્ડ કંપનીની ઈક્કો સ્પોર્ટ્સ ફોર વ્હીલર ગાડી માંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂની હેરાફેરી કરતા કુલ કિ.રૂ.૨,૫૧,૦૦૦/-ના ગણનાપાત્ર પ્રોહી મુદામાલ પકડી પાડતી જેતપુરપાવી પોલીસ.
શ્રી સંદિપ સિંઘ, પોલીસ મહાનિરીક્ષક વડોદરા રેન્જ વિભાગ વડોદરા નાઓ તથા આઇ.જી.શેખ પોલીસ અધિક્ષક સા.શ્રી છોટાઉદેપુર તથા ઈન્ચાર્જ નાયબ પોલીસ અઘિક્ષક સા.શ્રી,બોડેલી ડીવીઝન બોડેલી નાઓએ છોટાઉદેપુર જિલ્લામાં પ્રોહી/જુગારની પ્રવુતિ સદંતર રીતે નેસ્તનાબુદ કરવા જરૂરી સુચનાઓ આપવામાં આવેલ.
એલ.પી.રાણા, પોલીસ ઇન્સ્પેક્ટર જેતપુર પાવી પોલીસ સ્ટેશન નાઓના સુપરવિઝન હેઠળ જેતપુર પાવી પોલીસ સ્ટેશનના ડુંગરવાટ બિટ વિસ્તારમા પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન બાતમી હકીકત આધારે ડુંગરવાંટ ત્રણ રસ્તા પાસે રોડ ઉપરથી એક સફેદ કલરની ફોર્ડ કંપનીની ઈક્કો સ્પોર્ટ્સ ફોર વ્હીલર ગાડી આર.ટી.ઓ.રજી.નં.GJ-03-FD-9977 નો ચાલક પોતાના કબજાની ઈક્કો સ્પોર્ટ્સ ગાડીમાં ગેરકાયદેસર રીતે વગર પાસ પરમીટે ભારતીય બનાવટના વિદેશી દારૂની પુઠાના બોક્ષ નંગ-૨૦ કુલ બોટલ નંગ-૧૦૦૦ ની કુલ કિં.રૂ.૨,૫૧,૦૦૦/-નો પ્રોહી મુદ્દામાલ તથા પ્રોહી મુદ્દામાલની હેરાફેરીમાં વાપરેલ ઈક્કો સ્પોર્ટ્સ ગાડી જેની કિ.રૂ.૪,૫૦,૦૦૦ તથા મોબાઇલ નંગ-૦૧ કિંમત રૂ.૫૦૦૦/- મળી કુલ કિં.રૂ.૭,૧૧,૦૦૦/- નો પ્રોહી મુદ્દામાલ કબજે કરવામા આવ્યો.
આમ,જેતપુર પાવી પોલીસ દ્રારા ગણના પાત્ર પ્રોહી કેશ કરવામા સફળતા મળેલ છે.
-: પકડાયેલ આરોપી :-
(૧)અભય વિજયભાઈ ગોહીલ ઉ.વ.૨૩ રહે. મંત્રેશ કોમ્પલેક્ષ શિતળા માતાનુ મંદીર બાપુ નગર તા.જી.ભાવનગર
-: વોન્ટેડ આરોપી :-
(૨) શિવ ઉર્ફે ફુટી મુકેશભાઈ વસાવા રહે.સોમા તળાવ વડોદરા શહેર
(૩) જીતેન્દ્ર ઉર્ફે હરેશ ઉર્ફે મહેશભાઈ તડવી રહેવાસી- સોમા તળાવ, હનુમાન ટેકરી, ડભોઈ રોડ, વડોદરા
(૪) ધર્મેશ ઉર્ફે મચ્છર ધનસુખભાઈ પ્રજાપતિ રહે-હનુમાન ટેકરી, સોમા તળાવ વડોદરા શહેર
(૫) ગોપાલભાઈ સુખાભાઈ બારૈયા રહે. સથરા ગામ પિપરા રોડ તા.તળાજા જી.ભાવનગર
(૧) ગોવા સ્પિરિટ ઓફ સ્મથનેશ વ્હિસ્કી ૧૮૦ મિલી નોટ્સ નંબર – ૧૦૦૦ સાથે
બરફ
કુલ કિ.રૂ. ૨,૫૧,૦૦૦/-
(૬) ઈક્કો સ્પોર્ટ્સ ફોર વ્હીલર ગાડી આર.ટી.ઓ.રજી.નં.GJ-03-FD-9977 જેની કિ.રૂ.૪,૫૦,૦૦૦/-
(૭) મોબાઇલ નંગ-૦૧ કિ.રૂ.૫,૦૦૦/-
: સારી કામગીરી કરનાર પોલીસ અધિકારી,/પોલીસ કર્મચારી ૦:આ કામગીરી જેતપુર પાવી પોલીસ સ્ટેશનના (૧) એલ.પી.રાણા પોલીસ ઇન્સ્પેક્ટરશ્રી તથા (૨) કે.કે.સોલંકી પોલીસ સબ ઇન્સ્પેક્ટરશ્રી (૩) અ.હે.કો.મહેન્દ્રસિંહ કિશોરસિંહ બ.નં.૧૫૪ તથા (૩) અ.પો.કો.નરેન્દ્રકુમાર લીમસિંગભાઇ બ.નં.૩૬૮ તથા (૪) પો.કો બાબુભાઇ કરશનભાઇ બ.ન.૯૩૦ તથા (૫) આ.પો.કો સુનિલભાઇ ઝલુભાઇ બ.નં.૩૧૭ નાઓ સાથે રહી કામગીરી કરેલ છે.
રિપોર્ટર ફારૂક ખત્રી જેતપુર




