E-Paper

સુઈગામ અનેવાવ થરાદમાં વરસાદી અસર બાદ રાહત-બચાવ કામગીરી પુરજોશમાં બનાસકાંઠા કલેકટર મિહિર પટેલ ટ્રેકટર અને રેસ્ક્યુ બોટમાં બેસી અસરગ્રસ્ત લોકો સુધી પહોંચીને સંવાદ કર્યો

સુઈગામ અનેવાવ થરાદમાં વરસાદી અસર બાદ રાહત-બચાવ કામગીરી પુરજોશમાં બનાસકાંઠા કલેકટર મિહિર પટેલ ટ્રેકટર અને રેસ્ક્યુ બોટમાં બેસી અસરગ્રસ્ત લોકો સુધી પહોંચીને સંવાદ કર્યો

_________

*કલેકટરએ સુઈગામ સી.એચ.સી ખાતે પહોંચીને મહિલાઓ તથા બાળકો સાથે વાર્તાલાપ કર્યો*

_________

*બેટા તું કેમ છે? ગભરાતો નહીં, હું અને મારી ટીમ તારી સાથે છીએ: કલકેટરશ્રીનો નાના બાળક સાથે લાગણીસભર સંવાદ*

_________

*સુઈગામના ૧૨ ગામનો વહીવટી તંત્ર દ્વારા સંપર્ક સ્થાપિત કરાયો: જરૂરી વ્યવસ્થાઓ ઉભી કરાઈ*

_________

*નડાબેટ ઝીરો પોઇન્ટ માર્ગ પર તૂટેલા નાળાનું કલેકટરએ નિરીક્ષણ કરી તાકીદના સૂચન આપ્યા*

_________

*કલેકટરના વડપણ હેઠળ ૧૯ સમિતિઓ અને ૧૩ નોડલ અધિકારીઓ મોડી રાત સુધી રાઉન્ડ ધ ક્લોક કામગીરીમાં*

_________

 

 

બનાસકાંઠા જિલ્લાના સરહદી તાલુકાઓમાં છેલ્લા બે દિવસથી પવન સાથે ભારે વરસાદ નોંધાયો હતો. ખાસ કરીને સુઈગામ, ભાભર, વાવ અને થરાદ તાલુકામાં વરસાદને કારણે ગામડાઓમાં પાણી ભરાયું હતું. ચારેય તાલુકાઓમાં નિહવત વરસાદ નોંધાતા સ્થિતિ સામાન્ય થઈ રહી છે.

 

બનાસકાંઠા જિલ્લા કલેકટર મિહિર પટેલ સહિત સમગ્ર વહીવટી તંત્ર બે દીવસથી લોકોની વચ્ચે ખડેપગે ઊભું છે. આજરોજ કલેકટર મિહિર પટેલ જિલ્લા વિકાસ અધિકારી એમ.જે.દવે સહિતના અધિકારીઓ સાથે સુઈગામ વિસ્તારમાં લોકોની વચ્ચે જઈને સંવાદ સાધ્યો હતો તથા વરસાદને પગલે થયેલ નુકસાન બાબતે સમગ્ર બાબતોનું નિરીક્ષણ કર્યું હતું તથા સબંધિત અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપી હતી. આ સાથે લોકોને મળીને સાંત્વના સાથે વહીવટી તંત્ર તરફથી તમામ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા બાબતે ખાત્રી આપી હતી.

 

*કલેક્ટર મિહિર પટેલ ટ્રેકટર અને બોટ મારફત લોકોની વચ્ચે પહોંચ્યા*

 

કલેક્ટર મિહિર પટેલ સહિત વહીવટી તંત્રના અધિકારીઓ ટ્રેકટર અને બોટ મારફત ચાર ફૂટથી ઊંડા પાણી પાર કરીને લોકોની વચ્ચે પહોંચ્યા હતા. તેમણે સુઈગામ તાલુકાના કુચોસણ, જોરાવર ગઢ, દૂધવા અને સુઈગામ સહિતના વિસ્તારમાં જઈને લોકો સાથે વાતચીત કરીને સમગ્ર પરિસ્થિતિનો તાગ મેળવીને પાણીનો નિકાલ, નુકસાન સહિતની બાબતો અંગે ઉપસ્થિત અધિકારીઓને સૂચના આપીને તંત્ર દ્વારા તમામ પ્રકારની મદદ માટે ખાત્રી આપી હતી.

 

*કલેકટર સુઈગામના સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે પહોંચીને આશ્રિત લોકોને મળ્યા*

 

કલેકટર મિહિર પટેલ બોટ અને ટ્રેક્ટર મારફત સુઈગામના સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે પહોંચ્યા હતા જ્યાં આશ્રય લઈ રહેલા લોકોને મળીને તેમને કઈ કઈ સુવિધાઓ મળી રહી છે તે બાબતે આશ્રિતો સાથે ચર્ચા કરી હતી. તેમણે બાળ સેવા કેન્દ્રની મુલાકાત લઈને બાળકો તથા મહિલાઓ સાથે પણ વાતચીત કરીને તંત્ર તમારી સાથે છે તથા તમામ પ્રકારની સગવડ આપવા બાબતે ચર્ચા કરી હતી. આ સમયે કલેકટર એ નાના બાળક સાથે લાગણીસભર વાતચીત કરીને બેટા તું કેમ છે ? હું અને મારી ટીમ તારી સાથે છીએ ગભરાતો નહીં મુજબ વાતચીત કરી હતી.

 

*વહીવટી તંત્ર દ્વારા સુઈગામના ૧૨ ગામનો સંપર્ક કરી લેવાયો*

 

કલેકટર ના માર્ગદર્શન હેઠળ જિલ્લા વહીવટી તંત્રએ સુઈગામ તાલુકાના સંપર્ક વિહોણા તમામ ૧૨ ગામનો સંપર્ક કરી લેવાયો છે. સુઈગામના ભરડવા, જલોયા સહિતના ગામમાં ૪ થી ૮ ફૂટ પાણી ભરાયા હતા તે તમામ ગામનો સંપર્ક કરીને જરૂરી વ્યવસ્થાઓ ઉભી કરી લેવાઈ છે.

 

*કલેકટર એ નડાબેટ ઝીરો પોઇન્ટ જવાના રસ્તે તૂટેલા નાળાનું નિરીક્ષણ કરી અધિકારીઓને સૂચન કર્યું*

 

કલેકટર મિહિર પટેલે સુઈગામ થી નડાબેટ ઝીરો પોઇન્ટ જવાના રસ્તે તૂટેલા નાળાનું નિરીક્ષણ કરીને માર્ગ અને મકાન વિભાગના અધિકારી ઓને ઝડપી કામ કરવા સૂચના આપી હતી. આજે રાત સુધીમાં નાળુ તૈયાર થઈને રસ્તાને પૂર્વરત કરાશે. રાજ્ય સરકાર બી.એસ.એફ જવાનોને કોઈપણ પ્રકારની તકલીફ ના પડે તે માટે કટિબધ્ધ હોવાનું કલેકટર એ જણાવ્યું હતું.

 

*મોડી રાત્રે કલેકટર સહિત વહીવટી તંત્ર ટ્રેક્ટર અને બોટ મારફત લોકોની વચ્ચે પહોંચીને યુધ્ધના ધોરણે કામગીરી*

 

કલેકટર મિહિર પટેલના નેતૃત્વમાં ટીમ બનાસકાંઠા મોડી રાત સુધી લોકોની વચ્ચે રાહત અને બચાવની કામગીરીમાં જોડાયેલી છે. તમામ લોકોને સુરક્ષિત સ્થાનો પર આશ્રય અપાયો છે તેમને રહેવા અને જમવા અને પાણીની વ્યવસ્થા કરાઈ છે.

 

*કલેકટર ના વડપણ હેઠળ ૧૯ જિલ્લા કક્ષાની સમિતિઓ અને ૧૩ જેટલા નોડલ અધિકારીઓ દ્વારા રાઉન્ડ ધ ક્લોક કામગીરી

 

રાહત, બચાવ સહિત જરૂરી તમામ વ્યવસ્થાઓ માટે કલેકટર મિહિર પટેલના વડપણ હેઠળ જિલ્લા કક્ષાની ૧૯ જેટલી સમિતિઓ તથા ૧૩ જેટલા નોડલ અધિકારીઓ સ્થળ પર રાઉન્ડ ધ ક્લોક ફરજ બજાવી રહ્યા છે. વહીવટી તંત્ર, NDRF અને SDRFની સંયુક્ત કામગીરી થકી ૧૭૦૦ થી વધુ લોકોને સફળતાપૂર્વક સ્થળાંતર કરી લેવાયા છે અને સ્થિતિ સામાન્ય બની રહી છે. વરસાદની પરિસ્થિતિની ગંભીરતાને જોતા રાજ્ય સરકાર દ્વારા અધિક કલેક્ટર કક્ષાના પાંચ અધિકારીઓની નિમણૂક કરાઈ છે જેઓ મોનિટરીંગ અને જરૂરી સંકલન કરી રહ્યા છે.

 

*થરાદ ખાતે કલેકટરએ ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજી જરૂરી તમામ વ્યવસ્થાઓ કરવા સૂચનાઓ આપી*

 

થરાદ ખાતે કલેકટર મિહિર પટેલે ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજી હતી જેમાં વીજળી, પાણી, ફૂડ પેકેટ, રસ્તા બાબતે ગહન ચર્ચા કરી હતી. તેમણે સિંચાઈ વિભાગ, નર્મદા વિભાગ, માર્ગ અને મકાન વિભાગ, શિક્ષણ, આરોગ્ય, પાણી પુરવઠો, પશુ આરોગ્ય સમિતિ, ખેતી, નેશનલ હાઈવે, પુરવઠા સહિતના વિભાગના અધિકારી ઓ સાથે અત્યારસુધી કરેલી કામગીરી અને આગામી આયોજન બાબતે ચર્ચા કરીને જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.

 

આવતીકાલે વધુ ૧ લાખ ફૂડ પેકેટ અને ૧ લાખ પાણીની બોટલનું વિતરણ કરાશ

કલેકટરશ્રીના નેતૃત્વમાં જરૂરિયાત મંદ લોકો માટે ૧.૫૦ લાખ ફૂડ પેકેટ અને ૧ લાખ પાણીની બોટલ વિતરણ કરાઈ હતી. આવતીકાલે વધુ ૧ લાખ ફૂડ પેકેટ અને ૧ લાખ પાણીની બોટલનું વિતરણ કરાશે.

 

 

 

અહેવાલ : હાજા જી રાજપૂત બનાસકાંઠા

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!