E-Paper

રાહ ક્લસ્ટરમાં નેશનલ સ્પોર્ટ્સ ડે અને આનંદદાયી અંતર્ગત પ્રાથમિક શાળાઓનો રમતોત્સવ યોજાયો

રાહ ક્લસ્ટરના* ઘોડાસર પ્રાથમિક શાળા ખાતે યોજાયેલા રમતોત્સવમાં ક્લસ્ટરના 271 બાળકોએ ઉત્સાહભેર કબડ્ડી, ખો-ખો, દોડ ,લાંબી કુદ,ઊંચી કૂદ,ચક્ર ફેક જેવી વિવિધ રમતોમાં* ભાગ લીધો.

 

 

રાહ ક્લસ્ટરમાં નેશનલ સ્પોર્ટ્સ ડે અને આનંદદાયી અંતર્ગત પ્રાથમિક શાળાઓનો રમતોત્સવ યોજાયો

 

નેશનલ સ્પોર્ટ્સ ડે, મેજર ધ્યાનચંદ જન્મ જયંતી, ફીટ ઇન્ડિયા તેમજ આનંદદાયી શનિવાર અંતર્ગત *સી.આર.સી.રાહનો રમતોત્સવ* યોજવામાં આવ્યો.

 

ઓપનિંગ સેશનમાં બાળકોને જીવનમાં રમતોનું મહત્વ સમજાવી,ફીટ ઇન્ડિયા અંતર્ગત શપથ ગ્રહણ કરાવવામાં આવ્યા હતા.

રમતોત્સવના સમાપનમાં રમતવીરોને નોટબુક અને બોલપેન ડો.હિતેન્દ્ર શ્રીમાળી (નડેશ્વરી હોસ્પિટલ,થરાદ) દ્વારા પ્રોત્સાહન સ્વરૂપે આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.તમામ બાળકોને ઉત્કૃષ્ટ દેખાવ બદલ પ્રમાણપત્ર કોર્ડીનેટર સંજયભાઈ ત્રિવેદી દ્વારા આપવામાં આવ્યા હતા.

 

ક્લસ્ટરના કોર્ડીનેટર *. સંજયભાઈ ત્રિવેદી, ઘોડાસર પ્રાથમિક શાળાના આચાર્ય એસ .કે.ગમાર અને ઘોડાસર શાળાના તમામ શિક્ષકોની ટીમ દ્વારા ખુબ સરસ સંકલન સાથે આયોજન કરવામાં આવ્યું હતું.*

રમતોત્સવમાં બાળકોને પ્રોત્સાહિત કરવા માટે રાહ પે.કેન્દ્ર શાળાના આચાર્ય યોગેશભાઈ મેવાડા, સી.આર.સી કોર્ડીનેટર મોરથલ દિનેશભાઈ દેસાઈ, સી.આર.સી કોર્ડીનેટર સિધોતરા ભેમજીભાઈ પટેલ અને ક્લસ્ટરની વિવિધ શાળાના આચાર્ય અને માર્ગદર્શક શિક્ષકશ્રી ઉપસ્થિત રહ્યા હતા.

રમતોમાં રેફરી તરીકેની સેવાઓ શિક્ષક લાલાભાઇ નાઈ અને શિક્ષિકા બેન સુભદ્રાબેન ચૌધરી દ્વારા સરાહનીય સેવાઓ આપવામાં આવી હતી

કાર્યક્રમના અંતે ચા-પાણી નાસ્તાની સુંદર વ્યવસ્થા ઘોડાસર પ્રાથમિક શાળાદ્વારા કરવામાં આવી હતી

 

અહેવાલ :હાજાજી રાજપૂત બનાસકાંઠા

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!