દાહોદમાં જમીન પચાવી પાડવાનો મામલો:

દાહોદમાં જમીન પચાવી પાડવાનો મામલો:વૃદ્ધની 4 હેક્ટર જમીન પર ગેરકાયદે કબજો કરનાર 10 લોકો સામે FIRદાહોદ જિલ્લાના ધાનપુર તાલુકામાં જમીન પચાવી પાડવાનો ગંભીર કિસ્સો સામે આવ્યો છે. ધાનપુરના ખલતા ગરબડી ગામના વેડ ફળિયામાં રહેતા 65 વર્ષીય કાજી સિરકા ભુરીયાની માલિકીની જમીન પર 10 લોકોએ ગેરકાયદે કબજો કર્યો છે.
કજી સિરકાની 4.19.12 હેક્ટર જમીન (બાતા નંબર| 314, સર્વે નંબર 73) પર છેલ્લા બે વર્ષથી ગામના 10 લોકોએ બળજબરીથી વાવેતર શરૂ કર્યું હતું. આરોપી અન્ના રામા વાખળાએ જમીન પર કાચું મકાન પણ બનાવી દીધું હતું.
પીડિત વૃદ્ધે જિલ્લા કલેક્ટર કચેરીમાં ફરિયાદ કરી હતી. કલેક્ટરના આદેશ બાદ ધાનપુર પોલીસે કાર્યવાહી શરૂ કરી છે. પોલીસે રામા રંગજી વાખળા, નવલા રંગજી વાખળા, અન્ના રામા વાખળા, વિનુ મથુર વાખળા, નોતી જવલા વાખળા, ભોપત દીપા મેડા, જશુ વરસીંગ મેડા, વરસીંગ ભુરજી મેડા, સીમળીયા ભુરજી મેડા અને મનિયા જોરસીંગ મેડા સામે લેન્ડ ગ્રેબિંગનો ગુનો નોંધ્યો છે. આ ઘટના બાદ ગામમાં તંગદિલી ફેલાઈ છે. પોલીસે તપાસ શરૂ કરી છે અને આરોપીઓ સામે કડક કાર્યવાહીની તૈયારી કરી રહી છે.
અહેવાલ : પરિહાર રાજકુમાર દાહોદ




