શ્રી વિસામણ બાપુ ની જગ્યા ના મહંત પરમ પૂજ્ય શ્રી શ્રી 1008 મહામંડલેશ્વર શ્રી નિર્મળાબા ના 63 મા પ્રાગટ્ય દિવસ ની ઉજવણી

શ્રી વિસામણ બાપુ ની જગ્યા ના મહંત પરમ પૂજ્ય શ્રી શ્રી 1008 મહામંડલેશ્વર શ્રી નિર્મળાબા ના 63 મા પ્રાગટ્ય દિવસ ની ઉજવણી
આજરોજ તારીખ ૨૪/૦૭/૨૦૨૫ ને ગુરૂવારના રોજ અમાસના પવિત્ર દિવસે પાળીયાદ પૂજ્ય શ્રી વિસામણ બાપુ ની જગ્યા ના મહંત પરમ પૂજ્ય શ્રી શ્રી 1008 મહામંડલેશ્વર શ્રી નિર્મળાબા નો 63 મો પ્રાગટ્ય દિવસ છે તો આજે પૂજ્ય બાના પ્રાગટ્ય દિવસ નિમિત્તે ૧૧૦૦૦ વૃક્ષ નું વિતરણ, ૧૦૦૮ વૃક્ષોનું વૃક્ષારોપણ કરી શ્રી બણકલ ગૌશાળામાં ગાય માતાઓને લાપસી નો પ્રસાદ, લીલો ચારો ,કૂતરાઓ ને રોટલા,પક્ષીઓને ચણ અને કીડીઓને કીડિયારું પૂરી પૂજ્ય બા નો પ્રાગટ્ય દિવસ ઉજવવામાં આવ્યો સાપૂજ્યથે આજરોજ અમાસ નિમિત્તે ખૂબ જ મોટી સંખ્યા માં ઠાકર ના સેવકો દર્શન કરવા પધારેલ આજના મહાપ્રસાદ ના યજમાન પદ શ્રી મનસુખભાઈ નરસિંહભાઈ તુરખિયા,શ્રી કુલિંદભાઈ મનસુખભાઈ તુરખિયા અને શ્રી દીપેશભાઈ મનસુખભાઈ તુરખિયા પરિવારે લાભ લીધેલ સવારે ધ્વજજી નું બ્રાહ્મણ દ્વારા વિધિવિધાન પૂજન કરી પૂજ્ય બા ના હસ્તે ધ્વજાજી નું પૂજન કરી ધ્વજારોહણ કરવામાં આવ્યું જેમાં ખૂબ જ બહોળી સંખ્યા માં યાત્રાળુઓ જોડાયા હતા ત્યારબાદ સૌ એ ઠાકર શ્રી વિહળાનાથ ના દર્શન કરી પૂજ્ય બા ના દર્શન કરી પૂજ્ય શ્રી ભયલુબાપુ ની શુભેચ્છા મુલાકાત લઈ પ્રસાદ લઈ સૌએ આનંદ વ્યક્ત કર્યો
અહેવાલ કનુભાઈ ખાચર