E-Paper
જલારામ જયંતિની ભવ્ય ઉજવણી – જસદણ 🌸

જસદણ ખાતે આજે જલારામ જયંતિ નિમિત્તે શોભાયાત્રા સાથે ભવ્ય ઉજવણી યોજાઈ. શહેરના વિવિધ વિસ્તારોમાંથી ભક્તિભાવથી સજ્જ શોભાયાત્રા નીકળી, જલારામ મંદિર ખાતે ભજન-કીર્તન અને અખંડ ધૂન સાથે માહોલ ભક્તિમય બની ગયો.
વેપારી ભાઈઓ અને સર્વધર્મ પ્રેમી જનતાએ ઉમંગ અને ઉલ્લાસભેર ભાગ લીધો. જસદણના જલારામ અવતાર કહેવાતા હરિરામ બાપાના મંદિરે વિશેષ આરતી, ધૂન અને ભોજન પ્રસાદ સાથે શુભ પ્રસંગની ઉજવણી કરવામાં આવી.
અહેવાલ : હિરેનભાઇ પરમાર જસદણ




