E-Paper

બનાસકાંઠા જિલ્લાના ઓગડ તાલુકાના ટેબી પ્રા શાળામાં 26 મી જાન્યુઆરી ના દિવસે પ્રજાસતાક દિનની ભવ્ય ઉજવણી કરવામાં આવી

બનાસકાંઠા જિલ્લાના ઓગડ તાલુકાના ટેબી પ્રા શાળામાં 26 મી જાન્યુઆરી ના દિવસે પ્રજાસતાક દિનની ભવ્ય ઉજવણી કરવામાં આવી શાળાના બાળકો દ્વારા સવારે પ્રભાત ફેરી કરવામાં આવી ત્યાર બાદ સૌથી વધારે ભણેલ દીકરી રોશની કનુભાઈ જોષી દ્વારા અને સાથે સરપંચશ્રી પણ ધ્વજ વંદન કાર્યક્રમ માં જોડાયા ત્યારબાદ શાળાના બાળકો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરવામાં આવ્યો બાળકો દ્વારા અલગ અલગ કૃતિઓ રજૂ કરી હર્ષ ઉલ્લાસ સાથે ભવ્ય ઉજવણી કરવામાં આવી… સરપંચ સંભુભાઈ દ્વારા 11000 ભુરાભાઇ દ્વારા 6000એમ મળી સરપંચ પરિવાર માંથી 17000 તેમજ રવિભાઈ 5100 વિનોદભાઈ પાંડવ દ્વારા શાળામાં ભણતી દીકરીઓને 5100 રૂપિયા નું પ્રોત્સાહન ઇનામ આપવામાં આવ્યું… આમ શાળામાં ભણતા વાલીગણ અને આગેવાનો દ્વારા શાળાને લોક ફંડ આપવામાં આવેલ આમ કુલ 42000 ગ્રામજનો દ્વારા ફંડ આપવામાં આવ્યું… શાળાના આચાર્યશ્રી દ્વારા વર્ષ દરમિયાન નું શાળાનું રિપોર્ટ કાર્ડ રજૂ કરેલ અને બાળકોની હજુ પણ વધુ બાળકો પ્રગતિ કરશે એવો વિશ્વાસ આપેલ શાળા સ્ટાફ દ્વારા તનતોડ મહેનત કરીને સફળ બનાવનાર તમામ શિક્ષક ભાઈ બહેનોનો પણ આચાર્યશ્રી દ્વારા આભાર માનવામાં આવ્યો.

 

અહેવાલ ઓમપુરી ગોસ્વામી ઉત્તર ગુજરાત બનાસકાંઠા વાવ થરાદ 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!