E-Paper
રાજ્યકક્ષાના મંત્રી શ્રી પ્રવીણભાઈ માળી દ્વારાઆજરોજ ડીસા તાલુકાના આખોલ ચોકડી ખાતે રૂ. ૬.૫૦ કરોડના વિકાસપથ માર્ગનું ખાતમુહૂર્ત કર્યું.

રાજ્યકક્ષાના મંત્રી શ્રી પ્રવીણભાઈ માળી દ્વારાઆજરોજ ડીસા તાલુકાના આખોલ ચોકડી ખાતે રૂ. ૬.૫૦ કરોડના વિકાસપથ માર્ગનું ખાતમુહૂર્ત કર્યું.
બનાસકાંઠા જિલ્લામાં માર્ગ સુવિધાઓને વધુ સજ્જ, સુવ્યવસ્થિત અને સલામત બનાવવા રાજ્ય સરકાર કટિબધ્ધ છે ત્યારે આ વિકાસપથ માર્ગ પૂર્ણ થતાં ડીસા સહિત આસપાસના ગામના નાગરિકોને ટ્રાફિક સમસ્યામાંથી મુક્તિ મળશે અને આર્થિક-સામાજિક વિકાસને પણ વેગ મળી રહેશે.
આ માર્ગ નેશનલ હાઈવેને જોડતો તથા ધાનેરા,લાખણી,થરાદ,વાવ અને દિયોદર તાલુકા મથકોને જોડતો અગત્યનો માર્ગ છે ત્યારે આ માર્ગ પર બોક્ષ ડ્રેઈન,સર્વિસ રોડ અને જંકશન ડેવલોપમેન્ટની કામગીરી થવાથી વરસાદી પાણીનો કાયમી નિકાલ આવશે જે બનાસકાંઠા જિલ્લા માટે વિકાસના નવા દ્વાર ખોલશે.
એહવાલ .શ્રવણ સિંહ વાઘેલા ડીસા