આદીપુર PGVCL ના અધિકારો દ્વારા અકસ્માત થાય એવી જ રીતે રસ્તાની જ બાજુમાં ટ્રાન્સફર ઉભા કરવામાં આવ્યા..

આદીપુર PGVCL ના અધિકારો દ્વારા અકસ્માત થાય એવી જ રીતે રસ્તાની જ બાજુમાં ટ્રાન્સફર ઉભા કરવામાં આવ્યા..
આદીપુર:- કિડાણા ની પૃથ્વીનગર સોસાયટીમાં આદીપુર PGVCLના જવાબદાર અધિકારીઓ દ્વારા સોસાયટી મેઇન રસ્તા માં અકસ્માત થાય એવી રીતે ટ્રાન્સફર અને થાંભલાઓ ઉભા કરતા અવર જવર થી પરેશાન . આ ટ્રાન્સફર પણ પૃથ્વીનગર સોસાયટી માટે નહી પણ બાજુની સોસાયટી કરણજીનગર માટે ઉભું કરવામાં આવ્યું. સ્થાનિક દ્વારા જાણવા મળતી માહિતી મુજબ જ્યારે ટ્રાન્સફર માટે થાંભલા ઊભા કરવામાં આવ્યા તૈયારે તારીખ ૨૨ સપ્ટેમ્બર ના રોજ જવાબદાર અધિકારી પટેલ સાહેબ અને ઠક્કર સાહેબ ને ટેલીફોનીક અને વોટ્સેપ ના માધ્યમ થી ફોટા મોકલેલ હતા. એના પછી આજ ટ્રાન્સફર લગાવી નાખવામાં આવેલ છે .. જ્યાં ફક્ત જગ્યા દસ ફુટ છે અને બેય બાજુ થાંભલા આપેલ હોવાથી કોઈ અકસ્માત બનશે એના જવાબદાર કોણ?? એવા સવાલો ઉભા થયા છે જ્યાં કરણજીનગર ની સોસાયટી માં ૨૦ ફુટ જગ્યા મળે છે ત્યાં કેમ ટ્રાન્સફર ઉભું કરવામાં આવ્યું. શું આ કામ માં ઠક્કર સાહેબ ની મીલીભગત છે કે શું… જો મીલીભગતના હોય તો કરણજીનગર સોસાયટી ની જગ્યા પૃથ્વીનગરમાં ટ્રાન્સફર કેમ ઉભા કરવામાં આવે . સ્થાનિક નું કહેવું છે જો આ ટ્રાન્સફરો સાર્વજનિક પ્લોટ માં ઉભા કરવામાં આવે તો અણબનાવ બનતા અટકે.. અને આ ટ્રાન્સફરો ની જગ્યા બદલવામાં બીજી જગ્યાએ નહીં લેવામાં આવે અને ટ્રાન્સફર અને થાંભલાઓ ના લીધે અકસ્માત બનશે એના જવાબદાર અધિકારીઓ સિનિયર ઓફિસર પટેલ સાહેબ અને જુનિયર ઓફિસર ઠક્કર સાહેબ રહેશે. એવુ વિક્રમ જોષી ગાંધીધામ મે જણાવ્યું હતું.
રિપોર્ટર વિક્રમ જોષી ગાંધીધામ




