E-Paper

અમીરગઢ તાલુકાના આવલ સુર્યાબા ભામદિરા ઉચ્ચતર માધ્યમિક શાળામાં સ્વર્ગસ્થ ડૉ , રાવજીભાઈ પટેલ સાહેબ ની જન્મ જયંતીની ઉજવણી કરવામાં આવી 

અમીરગઢ તાલુકાના આવલ સુર્યાબા ભામદિરા ઉચ્ચતર માધ્યમિક શાળામાં સ્વર્ગસ્થ ડૉ , રાવજીભાઈ પટેલ સાહેબ ની જન્મ જયંતીની ઉજવણી કરવામાં આવી

સુર્યાબા ભામદિરા ઉચ્ચતર માધ્યમિક શાળા, આવલમાં સંસ્થાના આદ્યસ્થાપક સ્વર્ગસ્થ ડો. રાવજીભાઈ પટેલ સાહેબ ની જન્મ-જયંતી ની ઉજવણી કરવામાં આવી.દાંતા વડગામ,દાંતીવાડા,અમીરગઢ. ડીસા અને પાલનપુર તાલુકાના છેવાડાના ગામડાઓમાં શિક્ષણનો સ્ત્રોત વહે અને છેવાડાનો ગરીબ બાળક પણ શિક્ષણથી વંચિત ન રહે તે માટે જેમણે ભગીરથ કાર્ય કર્યું તેવા મહામાનવ કે જેમણે શિક્ષણને પોતાના જીવનમાં વણી લીધું હતું અને ગરીબોના કલ્યાણ માટે જેમણે પોતાની જાત ઘસી નાખી તથા શિક્ષણનો દીવો પ્રજવલિત કર્યો તેવા ડો. રાવજીભાઈ પટેલ સાહેબ ની જન્મ જયંતી નિમિત્તે શાળાના આચાર્યશ્રી કિશોર કુમાર દવે સાહેબ દ્વારા તેમના કાર્યો અને સિદ્ધિઓને વાગોળવામાં આવ્યા હતા.શાળાના સિનિયર શિક્ષક શ્રી એચ.એસ જાદવ સાહેબ દ્વારા પણ શાળાના પાયાથી શરૂ કરીને વર્તમાન સમયમાં વટ વૃક્ષ બની ગયેલી શાળામાં સાહેબના અનન્ય યોગદાનનો ચિતાર વિદ્યાર્થીઓ સામે મુક્યો હતો. વિદ્યાર્થીની બહેનો દ્વારા પણ સન્માનિય ડો. રાવજીભાઈ પટેલ સાહેબ ની તસ્વીર ને ફૂલોથી શણગારવામાં આવી હતી. શાળાના શિક્ષક મિત્રો તથા વિદ્યાર્થી ભાઈઓ બહેનો દ્વારા પુષ્પ અર્પણ કરી તથા ભક્તિ ભાવના ગીતો ગાઈ આજના આ દિન નિમિત્તે સ્વર્ગસ્થ ડો. રાવજીભાઈ પટેલ સાહેબના હતા. પુષ્પ અર્પણ કરી તથા ભક્તિ ભાવના ગીતો ગાઈ આજના આ દિન નિમિત્તે સ્વર્ગસ્થ ડો. રાવજીભાઈ પટેલ સાહેબના સંસ્મરણોને વાગોળવામાં આવ્યા હતા.

 

રિપોર્ટર,વિજયસિંહ ડાભી અમીરગઢ

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!