તેરા તુજકો અર્પણ” કાર્યક્રમ અંતર્ગત ગુમ થયેલ અલગ અલગ કંપનીના મોબાઇલ નંગ-૦૩ જેની કિ.રુ.૪૬,,૯૩૯/- ના એન્ડોઇડ મોબાઇલ શોધી કાઢી અરજદારને પરત સોપતી જેતપુર પાવી પોલીસ

તેરા તુજકો અર્પણ” કાર્યક્રમ અંતર્ગત ગુમ થયેલ અલગ અલગ કંપનીના મોબાઇલ નંગ-૦૩ જેની કિ.રુ.૪૬,,૯૩૯/- ના એન્ડોઇડ મોબાઇલ શોધી કાઢી અરજદારને પરત સોપતી જેતપુર પાવી પોલીસ
શ્રી સંદિપસિંહ પોલીસ મહાનિરીક્ષક, વડોદરા વિભાગ વડોદરા તથા શ્રી ઇમ્તીયાઝ શેખ પોલીસ અધિક્ષક છોટાઉદેપુર, નાઓની સુચના આધારે શ્રી વી.એસ.ગાવિત I/C નાયબ પોલીસ અધિક્ષક બોડેલી ડીવીઝન નાઓના માર્ગદર્શન હેઠળ જેતપુર પાવી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સપેક્ટર એલ.પી.રાણા નાઓએ ગુમ થયેલ મોબાઇલની તપાસ કરી અરજદારોને મોબાઇલ પરત શોધી આપવા ટાઉનબીટમાં ફરજ બજાવતા પોલીસ માણસોને જરૂરી માર્ગદર્શન આપેલ જે અન્વયે C.ELI.R પોર્ટલ તથા ટેકનીકલ સોર્સીસની મદદથી ટાઉનબીટના પોલીસ માણસોએ અરજદારોના ગુમ થયેલ અલગ અલગ કંપનીના મોબાઇલ નંગ-૦૩ જેની કિ.રુ.૪૬,,૯૩૯/- ના મોબાઇલને શોધી કાઢી “તેરા તુજકો અર્પણ” કાર્યક્રમ અંતર્ગત અરજદાર/મુળ માલીકને પરત કરી જેતપુર પાવી પોલીસ સ્ટેશન દ્વારા પ્રસંશનીય કામગીરી કરવામાં આવેલ છે.
> કબજે કરવામાં આવેલ મોબાઇલ :-
> (૧) VIVO કંપનીનો Y73 મોબાઇલ કિ.રુ.૨૦,૯૯૦/-
➤(2) REDMI 13 मोहन डी.रु.११,४४८/-
➤ (3) SAMSUNG GALAXY A-13 મોઝા ડિ.રૂ.14,50/-
– સારી કામગીરી કરનાર અધિકારી/કર્મચારી:-
> (૧) PI એલ.પી.રાણા
> (૨) HC દિલીપભાઇ રણછોડભાઇ બ.નં.૮૮
> (3) HC દિપકભાઇ અશોકભાઇ બ.નં.૧૬૪
> (૪) PC નરેંન્દ્રકુમાર લીમસીંગભાઇ બ.નં.૩૬૮
રિપોર્ટર ફારૂક ખત્રી




