વેરાવળ – પાટણ ના આપણા વિસ્તાર ને કાયમી માટે સ્વચ્છ અને સુંદર રાખતા સફાઈ કામદારો પોતાની જરૂરી માંગણીઓ સાથે વેરાવળ નગરપાલિકા સામે હડતાળ પર ઉતર્યા છે

વેરાવળ – પાટણ ના આપણા વિસ્તાર ને કાયમી માટે સ્વચ્છ અને સુંદર રાખતા સફાઈ કામદારો પોતાની જરૂરી માંગણીઓ સાથે વેરાવળ નગરપાલિકા સામે હડતાળ પર ઉતર્યા છે
આ સફાઈ કામદારો ને વ્હારે આજે પ્રભાસ પાટણ હિત રક્ષક સમિતિ ત્યાં જઈ અને સફાઈ કામદારો ની વ્યથા સાંભળેલી..
જે આપણા ગામ ને હંમેશા માટે સ્વચ્છ અને સુંદર રાખતા સફાઈ કામદારો ની માંગણી તદ્દન વ્યાજબી હોય જેને લઈ પ્રભાસ પાટણ હિત રક્ષક સમિતિ દ્વારા તેમની માગણીઓ ને સમર્થન આપેલ અને જ્યારે પણ જરૂર પડે ત્યારે પડખે ઊભવાની ખાતરી આપી છે…
ખાસ તો આપ સૌને જણાવવાનું કે જ્યાં જરૂર નથી ત્યાં નગરપાલિકા કરોડો રૂપિયાનો વ્યય કરે છે પરંતુ આ તો સફાઈ કામદારો ની વાત છે અને ચોક્કસ રીતે આમાં તમામ સફાઈ કર્મીઓ ને સંપૂર્ણ ન્યાય મળવો જોઈએ તેવી લાગણી વ્યક્ત કરી છે..
આજે પ્રભાસ પાટણ હિત રક્ષક સમિતિ ના પ્રમુખ ઉપપ્રમુખ,તેમજ પ્રભાસ પાટણ ગામ ના આગેવાનો ઉપસ્થિત રહી સફાઈ કામદારો ની હડતાળ માં સામેલ થઈ સમર્થન આપેલ હતું…
અહેવાલ :ગાવડીયા કે. કે.




