ચોટીલા માં મામાની શાળા ખાતે બ્રહ્મા કુમારીઝ ઈશ્વરીય વિશ્વવિદ્યાલય દ્વારા મહારક્તદાન કંપ નું આયોજન કરાયું..

ચોટીલા માં મામાની શાળા ખાતે બ્રહ્મા કુમારીઝ ઈશ્વરીય વિશ્વવિદ્યાલય દ્વારા મહારક્તદાન કંપ નું આયોજન કરાયું..
બ્રહ્માકુમારીઝ ઈશ્વરીય વિશ્વવિદ્યાલય દ્વારા આયોજિત રક્તદાન મહાઅભિયાન 100 કલાકમા 1 એક લાખ યુનિટ રક્ત એકત્ર કરવાનો સંકલ્પ ગિનિશ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ નોંધાશે
થાનગઢ તા 23 ઓગસ્ટ 2025 અને ચોટીલા 24ઓગસ્ટ 2025 ના પ્રજાપિતા બ્રહ્માકુમારીઝ ઈશ્વરીય
વિશ્વવિદ્યાલય દ્વારા રક્તદાનના એક અનોખા મહાઅભિયાનનો પ્રારંભ થયો છે, જેનો ઉદ્દેશ્ય માત્ર ૧૦૦ કલાકમાં ૧ લાખ યુનિટ રક્ત એકત્ર કરીને ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સમાં ભારતનું નામ સુવર્ણ અક્ષરે અંકિત કરવાનો છે.
આ અભિયાન ભારતના ઇતિહાસમાં એક ગૌરવશાળી સીમાચિહ્ન સાબિત થશે.
આ મહાઅભિયાનની શરૂઆત ૧૭ ઓગસ્ટના રોજ દિલ્હી ખાતે કેન્દ્રીય આરોગ્ય મંત્રી શ્રી જે.પી. નડ્ડા સાહેબના હસ્તે થઈ હતી. આ અભિયાન ૨૨ થી ૨૫ ઓગસ્ટ, ૨૦૨૫ સુધી ચાલશે અને તેમાં ભારત અને નેપાળના ૨૦૦૦ થી વધુ સેવા કેન્દ્રો જોડાઈને માનવતાની આ ભવ્ય સેવામાં યોગદાન આપી રહ્યા છે.
આ મહાન સંકલ્પનો પાયો બ્રહ્માકુમારીઝના ભૂતપૂર્વ મુખ્ય પ્રશાસિકા, વંદનીય દાદી પ્રકાશમણિજીની ૧૮મી સ્મૃતિ દિન નિમિત્તે રાખવામાં આવ્યો છે. દાદીજીની સ્મૃતિ દિન (૨૫ ઓગસ્ટ, ૨૦૨૫) ને સંસ્થા ‘વિશ્વબંધુત્વ દિવસ’ તરીકે ઉજવે છે અને આ દિવસે રક્તદાનનું આ મહાઅભિયાન એક ખાસ અંજલિ સમાન છે.
આ અભિયાનના ભાગરૂપે, બ્રહ્માકુમારીઝ સંસ્થા ચોટીલાના મુખ્ય સંચાલિકા બ્રહ્માકુમારી મીરાદીદી અને ઉમાદીદીના માર્ગદર્શન હેઠળ થાનગઢ તા, 23/8/25 બ્રમસમાજની વાડી અને ચોટીલા તા 24/8/25 મામાની સ્કૂલ ખાતે આજે એક રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ શિબિરમાં સતત વરસાદ ચાલુ હતો, દૂર દૂરથી આવવાનુ હતુ, ટાઇમ પુરો થઇ ગયો છતા પણ ગ્રામજનોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો અને રક્તદાન કરીને સમાજ પ્રત્યેની પોતાની જવાબદારી નિભાવી હતી અમુક લોકો મેડીકલ ચેકઅપથી રકતદાન નોતા કરી શકયા છતા પણ
થાન/ચોટીલા ના રકતદાતા તરફથી 102 બોટલનુ સંસ્થાને રકતદાન મળ્યુ હતું તે બદલ સર્વ રકતદાતાઓનો બ્રમાકુમારી સંસ્થા ખુબ ખુબ આભાર વ્યક્ત કરે છે, આ પ્રસંગે અનેક મહાનુભાવોએ હાજરી આપી હતી. થાનગઢ ખાતે પદ્મશ્રી શાહબુદિનભાઇ રાઠોડ, વેપારી મંડળના પ્રમુખ શ્રી શુભાષભાઇ શાહ, નગરપાલિકાના પ્રમુખ શ્રી પ્રધુમનસિહ રાણા, થાનગઢ લાયન્શ કલ્બના સભ્યશ્રી ધર્મરાજસિહ જાડેજા, વાસુકી મંદિરના મહંતશ્રી નિરજગીરીબાપુ તેમજ તા 24/8/25 ના દિવસે મામાની શાળા ચોટીલા ખાતે રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીના પૌત્ર પિનાકિનભાઇ મેઘાણી, કિરીટસિહ રહેવર સાહેબ (મામા), ચામુંડામાતા મહંતશ્રી અશ્વિનગીરીબાપુ , ગૌસેવા તેમજ વિવિધ સેવાકીય પ્રવૃત્તિ કરતા શ્રી હરેશભાઇ ચૌહાણ(અખિલ વિશ્વ ગૌ સંવર્ધન પરિષદ અધ્યક્ષ) શ્રી અનકભાઇ ખાચર,(એવીએચપી ચોટીલા તાલુકા પ્રમુખ) શ્રી મહિપતસિહજી શ્રી પાર્ટી આર ટી શેઠ પ્રાથમિક શાળા ના આચાર્ય) દીપ પ્રાગટ્ય કરીને શિબિરનો શુભારંભ કરાવ્યો હતો. આ કાર્યક્રમમાં ઉપસ્થિત મહેમાનોનું બ્રહ્માકુમારી મીરાદીદીએ ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું અને તેમનો આભાર વ્યક્ત કર્યો હતો.
બ્રહ્માકુમારીઝની માનવ કલ્યાણની સેવાઓ માત્ર ભારતમાં જ નહીં, પરંતુ વિશ્વના ૧૩૦ થી વધુ દેશોમાં વિસ્તરેલી છે, અને આ રક્તદાન મહાઅભિયાન તેમનો માનવતા પ્રત્યેનો ઊંડો પ્રેમ અને સમર્પણ દર્શાવે છે. આ પ્રવૃત્તિ સમાજમાં સકારાત્મકતા અને પરોપકારની ભાવનાને પ્રોત્સાહન આપી રહી છે….
એહવાલ. મુનાફ કલાડીયા ચોટીલા..




