E-Paper

ગેંગરેપના મુખ્ય આરોપીના ગેરકાયદે મકાન પર બુલડોઝર ચાલ્યું

ગેંગરેપના મુખ્ય આરોપીના ગેરકાયદે મકાન પર બુલડોઝર ચાલ્યું

પોલીસે ૧૫ વર્ષની સગીરા પર દુષ્કર્મ આચરનાર મહેશ ઉર્ફે ડાભલાનું સરકારી જમીન પરનું દબાણ તોડ્યું

 

અહેવાલ. ધરકાસ મોખા..

અંજાર (કચ્છ): અંજાર પોલીસે ગુનાહિત પ્રવૃત્તિઓ ચલાવતા તત્ત્વો સામે આકરાં પગલાં લેવાની શરૂઆત કરી છે. તાજેતરમાં આદિપુર નજીક ૧૫ વર્ષની કિશોરી પર થયેલા સામૂહિક દુષ્કર્મ કેસના મુખ્ય આરોપી મહેશ ઉર્ફે ડાભલો મોતીભાઈ કોલીના ગેરકાયદેસર મકાનને આજે જમીનદોસ્ત કરવામાં આવ્યું હતું.

પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ, અંજારના વિજયનગર કોલીવાસ વિસ્તારમાં આરોપી મહેશે સરકારી જમીન પર દબાણ કરીને આ મકાન બનાવ્યું હતું. કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ થયા બાદ વહીવટી તંત્રની મદદથી પોલીસની ટીમે બુલડોઝરની મદદથી આ ગેરકાયદેસર બાંધકામને દૂર કર્યું હતું.

ગુનાખોરીનો લાંબો ઇતિહાસ:

આ આરોપી સામે અગાઉ પણ બળાત્કાર, પોક્સો એક્ટ, ખૂનનો પ્રયાસ, ધાકધમકી, મારામારી, ચેઇન સ્નેચિંગ અને એટ્રોસિટી સહિતના અનેક ગંભીર ગુનાઓ નોંધાયેલા છે, જેના કારણે તે પોલીસના રેકોર્ડ પર કુખ્યાત ગુનેગાર તરીકે ઓળખાય છે.

આ કાર્યવાહી તાજેતરમાં ૨૬ જૂનની રાત્રે બનેલી દુષ્કર્મની ઘટનાના પગલે કરવામાં આવી છે, જ્યાં આરોપીએ તેના સાગરીત સાથે મળીને સગીરાનું અપહરણ કરી આ ઘૃણાસ્પદ કૃત્ય આચર્યું હતું.

પોલીસે આ કાર્યવાહી દ્વારા ગુનેગારોને સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે ગુનાહિત પ્રવૃત્તિઓ કરનારને રાજ્યમાં કોઈ સ્થાન મળશે નહીં.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!