E-Paper
થરાદ તાલુકા સહિત ગ્રામીણ વિસ્તારમાં વરસાદ, થતાં ખેડૂતોના ચહેરા પર ખુશી છવાઈ…

થરાદ તાલુકા સહિત ગ્રામીણ વિસ્તારમાં વરસાદ, થતાં ખેડૂતોના ચહેરા પર ખુશી છવાઈ…
થરાદ શહેર સહિત તાલુકામાં ગરમી ભર્યું વાતાવરણ જોવા મળ્યું હતું. બપોરના સમયે ભારે બફારા બાદ થરાદ તાલુકાના આજાવાડા, રામપુરા, કરબૂણ સહિતના અનેક ગામોમાં વરસાદ પડ્યો હતો જેમાં થરાદ તાલુકામાં
લાંબા સમયથી પંથકના ખેડૂતો વરસાદની રાહ જોઈ રહ્યા હતા. ખેતરમાં ઉભેલા પાકને વરસાદી પાણી મળતાં ખેડૂતોમાં ભારે આનંદની લાગણી જોવા મળી રહી છે. ખાસ કરીને મગફળી, એરંડા અને તલ બાજરી તેમજ અન્ય પાકોને વરસાદી પાણી મળતાં પાકને નવજીવન મળ્યું
વરસાદના આગમનથી બફારા અને ગરમીમાં રાહત મળી અને વરસાદના કારણે ગ્રામીણ પંથકમાં ઠંડક પ્રસરી ગઈ હતી ખેડૂતોમાં પણ વરસાદને લઈને આશાવાદ જોવા મળી રહ્યો છે કે હવે પાક સારી રીતે ઉભો રહી શકશે.




