દાહોદમાં આરોગ્ય વિભાગની રીવ્યુ બકાર્યવાહી નબળી કામગીરી કરનારા કર્મચારીઓ સામે કાર્યવાહ ચેતવણી, DD0 લોઢાએ PHC| અધિકારીઓને સુધારા માટે સૂચના આપી

દાહોદમાં આરોગ્ય વિભાગની રીવ્યુ બકાર્યવાહી નબળી કામગીરી કરનારા કર્મચારીઓ સામે કાર્યવાહ ચેતવણી, DD0 લોઢાએ PHC| અધિકારીઓને સુધારા માટે સૂચના આપી
દાહોદ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી ખાતે જિલ્લા વિકાસ અધિકારી સિ્મત લોઢાના અધ્યક્ષ સ્થાને આરોગ્ય વિભાગના વિવિધ પ્રોગ્રામની રીવ્યુ બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસરો અને તાલુકા હેલ્થ ઓફિસરો ઉપસિ્થત રહ્યા હતા.
બેઠકમાં આરોગ્ય વિભાગની વિવિધ સેવાઓ અને યોજનાઓનો લાભ છેવાડાના નાગરિકો સુધી પહોંચે તે અંગે ચર્ચા કરવામાં આવી હતી. રાષ્ટ્રીય ક્ષય નિર્મૂલન કાર્યક્રમ, નોન કોમ્યુનિકેબલ ડિસીઝ પ્રોગ્રામ (ડાયાબિટીસ, હાયપરટેન્શન, કેન્સર), નેશનલ વેક્ટર બોર્ન ડિસીઝ કંટ્રોલ પ્રોગ્રામ (મેલેરીયા, ડેન્ગ્યુ, ચિકનગુનિયા) અને એપિડેમિક અંગે વિગતવાર સમીક્ષા| કરવામાં આવી હતી. જિલ્લા વિકાસ અધિકારી લોઢાએ નબળી કામગીરી ધરાવતા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોને કામગીરીમાં સુધારો કરવા સૂચના આપી હતી. તેમણે જણાવ્યું કે આવનાર સમયમાં ફરીથી રીવ્યુ કરવામાં આવશે.
તમામ તાલુકા હેલ્થ ઓફિસરોને સબ સેન્ટર સુધીની કામગીરીનું રીવ્યુ કરવા અને મુલાકાત લેવા નિર્દેશ આપવામાં આવ્યો હતો. જે કર્મચારીઓની કામગીરીમાં સુધારો ન જણાય તેમના નામ જિલ્લા કક્ષાએ મોકલવા| અને તેમની સામે કાર્યવાહી કરવાની ચેતવણી પણ આપવામાં આવી હતી.
આ બેઠકમાં અધિક જિલ્લા આરોગ્ય અધિકારી, જિલ્લા ક્ષય અધિકારી, જિલ્લા RCH0, મેલેરિયા| અધિકારી, તમામ તાલુકા હેલ્થ ઓફિસરો, તમામ મેડિકલ ઓફિસરો સહિત દાહોદ જિલ્લાનો આરોગ્ય સ્ટાફ હાજર રહ્યો હતો.
અહેવાલ : રાજકુમાર દાહોદ




