Entertainment

ઝાલોદના બિયામાળી ગામે જુગારના અડ્ડા પર પોલીસનો છાપો: પાંચ જુગારીઓને ઝડપી પાડ્યા, રૂ. 32,020નો મુદ્દામાલ જપ્ત કર્યો..

ઝાલોદના બિયામાળી ગામે જુગારના અડ્ડા પર પોલીસનો છાપો: પાંચ જુગારીઓને ઝડપી પાડ્યા, રૂ. 32,020નો મુદ્દામાલ જપ્ત કર્યો

ઝાલોદ તાલુકાના બિયામાળી ગામે ખુલ્લી જગ્યામાં ગંજી પાનાના પત્તાઓ વડે ચાલતા જુગારના અડ્ડા પર ઝાલોદ પોલીસે છાપો માર્યો હતો. આ દરોડા દરમિયાન પોલીસે પાંચ જુગારીઓને ઝડપી પાડ્યા હતા.

 

પોલીસે ઝડપાયેલા આરોપીઓની અંગઝડતી અને દાવ પરથી રોકડ રૂ. 16,520 તેમજ ચાર મોબાઈલ ફોન મળી આવ્યા હતા. આ મુદ્દામાલની કુલ કિંમત રૂ.| 32,020 આંકવામાં આવી છે.

 

પોલીસે ઝડપાયેલા જુગારીઓની ઓળખ શાંતુ ભરત ડામોર, વિરેન્દ્ર રમેશ આમલીયાર, અજય કસુ વસુનિયા, અશિ્વન વાલુ વસુનિયા અને કલ્પેશ સોમજી બિલવાળ તરીકે કરી છે. આ તમામ આરોપીઓ ખુલ્લી જગ્યામાં ગંજી પાનાના પત્તાઓ વડે પૈસાની હારજીતનો જુગાર રમતા હતા.

ઝાલોદ પોલીસે આ ઘટના સંબંધે જુગાર ધારાની સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધી, કબજે કરેલો| મુદ્દામાલ જપ્ત કરી આગળની કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે. પોલીસના આ દરોડાથી જુગારની પ્રવૃતિ્ત પર અંકુશ લાગે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે.

 

સ્થાનિક પોલીસ દ્વારા આ ઘટના અંગે વધુ તપાસ ચાલુ છે. જુગાર જેવી ગેરકાયદેસર પ્રવૃતિ્તઓને રોકવા માટે આવા દરોડા ભવિષ્યમાં પણ ચાલુ રહેશે જેને લઈને જુગારીયાઓમાં પોલીસની કાર્યવાહીથી ફફળત ફેલાયો છે.

  • અહેવાલ : વૈભવકુમાર 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!