E-Paper
બગદાણાના નવનીત બાલધિયા કેસમાં નવો વળાંક: 8 આરોપીઓની જામીન અરજી પર હવે 2 ફેબ્રુઆરીએ હાથ ધરાશે સુનાવણી
નવનીત બાલધિયા કેસમાં આરોપીઓની જામીન અરજીમાં નવી તારીખ પડી છે.
કુલ 14 આરોપીઓ પૈકી 8 આરોપીઓએ મહુવા કોર્ટમાં જામીન મેળવવા અરજી કરી હતી.
આજે કોર્ટમાં જામીન અરજી પર સુનાવણી હાથ ધરવામાં આવી હતી.
SIT (સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ) એ જામીન અરજી વિરુદ્ધ વાંધા અરજી કરવા માટે સમય માંગ્યો છે.
કોર્ટે આ સમગ્ર મામલે હવે 2 ફેબ્રુઆરી સુધીની મુદત આપી છે.
હાલમાં બગદાણા હુમલા કેસના તમામ 14 આરોપીઓ જેલના હવાલે છે.




