ટીમ મોદી સપોર્ટર સંઘ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને નોટબુક વિતરણ કાર્યક્રમ

સુરત વેડરોડ: આજે ટીમ મોદી સપોર્ટર સંઘ દ્વારા શ્રી સરસ્વતી શિશુ મંદિર સ્કૂલ ખાતે જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને નોટબુક વિતરણ કાર્યક્રમનું આયોજન રાખવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનું આયોજન પરેશભાઈ વઘાસીયા, જયભાઈ વાસાણી અને રાજેશભાઈ સોની દ્વારા રાખવામાં આવ્યું હતું. કાર્યક્રમનો હેતુ એવા વિદ્યાર્થીઓ સુધી શૈક્ષણિક સહાય પહોંચાડવાનો હતો, જેમને અભ્યાસ માટે જરૂરી સામગ્રી મેળવવામાં મુશ્કેલી પડે છે.
કાર્યક્રમમાં ટીમ મોદી સપોર્ટર સંઘના હોદ્દેદારશ્રીઓ ઉપસ્થિત રહ્યા — જેમાં રાષ્ટ્રીય યુવાપ્રમુખ પરેશભાઈ વઘાસીયા, પ્રદેશ મહામંત્રી જયભાઈ વાસાણી, મહિલા મોર્ચા પ્રમુખ રીટાબેન પટોળીયા, રાજેશભાઈ સોની, પ્રકાશભાઈ નાગલા, ગીતાબેન મોરડીયા, બીનાબેન કળથીયા, ચંદ્રિકાબેન જોગાણી અને પીનાકીનભાઈ સહિત અનેક સભ્યો જોડાયા હતા.
આ પ્રસંગે ભારતીય જનતા પાર્ટીના વોર્ડ પ્રમુખ મનોજભાઈ ખેર તથા વોર્ડ મહામંત્રી નિકુંજભાઈ ટાંક પણ હાજર રહ્યા હતા.
સ્કૂલના પ્રિન્સીપાલ હરીબંધુ નાયક સાહેબે ટીમ મોદી સપોર્ટર સંઘના આ માનવતાભર્યા કાર્યને ખૂબ સરાહનીય ગણાવ્યું હતું. તેમણે જણાવ્યું કે આવા કાર્યક્રમો બાળકોને પ્રોત્સાહન આપે છે.
સ્કૂલના શિક્ષકોએ પણ આ પહેલની પ્રશંસા વ્યક્ત કરી અને વિદ્યાર્થીઓ માટેની મદદને ઉત્તમ સંકલ્પ ગણાવી.
કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓના ચહેરા ખુશીથી ઝળહળી ઉઠ્યા અને વિદ્યાર્થીઓએ ટીમ મોદી સપોર્ટર સંઘના આ સામાજિક કાર્યની પ્રશંસા કરી.




