E-Paper
ટડાવ શાળાના આંગણે ખીલ્યો કળાનો રંગ: મહેમાનોનું પુસ્તકથી સ્વાગત અને બાળકોની સાંસ્કૃતિક પ્રસ્તુતિ.

બનાસકાંઠા: વાવ તાલુકાના ટડાવ ગામે આવેલી શાળામાં હર્ષોલ્લાસ સાથે ‘રંગોત્સવ’ કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે શાળા પરિવાર દ્વારા એક પ્રેરણાદાયી પહેલ કરતા, આ જ શાળામાં અભ્યાસ કરી ચાલુ વર્ષે સરકારી સેવામાં પસંદગી પામેલા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું.




