નખત્રાણા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી આધાર પુરાવા વગરના સિમેન્ટના જથ્થા સાથે એક ઇસમને પકડી પાડતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ ભુજ”

નખત્રાણા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી આધાર પુરાવા વગરના સિમેન્ટના જથ્થા સાથે એક ઇસમને પકડી પાડતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ ભુજ”
(અહેવાલ. ધરકાસ મોખા)
શ્રી ચિરાગ કોરડીયા સાહેબ, પોલીસ મહાનિરીક્ષકશ્રી, સરહદી રેન્જ, ભુજ તથા શ્રી વિકાસ સુંડા સાહેબ પોલીસ અધિક્ષકશ્રી પશ્ચિમ કચ્છ-ભુજનાઓએ જીલ્લામાં ચોરીના વધતા જતા બનાવો અટકાવવા તેમજ આધાર પુરાવા વગરની ચીજ વસ્તુની થતી હેરફેર રોકવા તથા આવી પ્રવૃતી કરતા ઇસમો વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા સુચના આપેલ.
જે અનુસંધાને લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ-ભુજના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટરશ્રી એચ.આર.જેઠી તથા પોલીસ સબ ઇન્સ્પેકટરશ્રી જે.બી.જાદવનાઓએ લોકલ ક્રાઇમ બ્રાન્ચના સ્ટાફને જીલ્લામાં ગેરકાયદેસર પ્રવૃત્તી કરતા ઇસમો વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા સુચના આપેલ હતી જે સુચના મુજબ લોકલ ક્રાઇમ બ્રાન્ચના એ.એસ.આઈ. વિકેશભાઇ રાઠવા તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ લાખાભાઇ રબારી તથા વિરમભાઇ ગઢવીનાઓ નખત્રાણા તાલુકા વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન વિકેશભાઇ રાઠવા તથા લાખાભાઇ રબારીનાઓને સંયુક્ત રીતે ખાનગી રાહે બાતમી હકીકત મળેલ હતી કે, જડોદર ગામે રહેતો રમજાન જાકબ નોડે જે જડોદર ગામે સાલેપીરની દરગાહ પાસે આવેલ પોતાના કબ્જા ભોગવટાના વાડામાં ગેરકાયદેસર રીતે આધાર-પુરાવા વગરની સિમેન્ટની થેલીઓ રાખી તેનુ વેચાણ કરે છે. જેથી મળેલ હકીકત અંગે તુરત જ વર્કઆઉટ કરી તપાસ કરતા રમજાન ઉર્ફે રમજુ જાકબ નોડે ઉ.વ.૪૦ રહે.જડોદર તા.નખત્રાણાવાળાના કબ્જાના વાડામાંથી પ્લાસ્ટીકની થેલીઓ નંગ-૩૮૨ માં લુસ સિમેન્ટ ભરેલ મળી આવેલ હોય જે બાબતે કોઇ બીલ કે આધાર પુરાવા માંગતા મજકુરે કોઇ આધાર પુરાવા રજુ કરેલ નહી. જેથી મજકુર ઇસમના કબ્જામાંથી મળી આવેલ તમામ મુદ્દામાલ શક પડતી મિલ્કત તરીકે બી.એન.એસ.એસ. કલમ ૧૦૬ મુજબ કબ્જે કરી મજકુર ઇસમને બી.એન.એસ.એસ. કલમ-૩૫(૧)ઇ મુજબ અટક કરી આગળની કાર્યવાહી સારૂ નખત્રાણા પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવેલ.
કબ્જે કરેલ મુદ્દામાલ
લુઝ સિમેન્ટની પ્લાસ્ટીકની થેલીઓ નંગ-૩૮૨ કી. રૂા. ૯૫,૫૦૦/-
પકડાયેલ ઇસમ
રમજાન ઉર્ફે રમજુ જાકબ નોડે ઉ.વ.૪૦ રહે.જડોદર તા.નખત્રાણા




