સોમનાથ ટ્રસ્ટ આયોજિત કાર્તિકી પૂર્ણિમા મેળો ૨૦૨૫ નો જુનાગઢ રેન્જ પોલીસ વડા નિલેશ જાજડીયાના હસ્તે ભવ્ય પ્રારંભ.

સોમનાથ ટ્રસ્ટ આયોજિત કાર્તિકી પૂર્ણિમા મેળો ૨૦૨૫ નો જુનાગઢ રેન્જ પોલીસ વડા નિલેશ જાજડીયાના હસ્તે ભવ્ય પ્રારંભ.
સૌરાષ્ટ્રના સૌથી પ્રસિદ્ધ મેળામાંના એક એવા “કાર્તિકી પૂર્ણિમા મેળા 2025” માં ભજન ભોજન ભક્તિ અને આનંદની સરવાણી વહેતી હોય છે.ત્યારે આ વર્ષના કાર્તિકી પૂર્ણિમા સમયે ભારે વરસાદને કારણે મેળાની તારીખો માં ફેરફાર કરીને તા.27/11/2025 થી 01/12/2025 સુધી મેળાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આજરોજ જુનાગઢ રેન્જ પોલીસ વડા નિલેશ જાજડીયા સાહેબ, ગીર સોમનાથ જિલ્લા એસપી જયદીપસિંહ જાડેજા સાહેબ, વેરાવળ પાટણ સનાતન હિન્દુ સેવા સમાજના પ્રમુખ જીતુભાઈ કુહાડા, સોમનાથ ટ્રસ્ટના જનરલ મેનેજર વિજયસિંહ ચાવડા, તથા સોમનાથ ટ્રસ્ટના તમામ સભ્ય, તાલાળા ના ધારાસભ્ય ભગવાનભાઈ બારડ, 90 સોમનાથ કોંગ્રેસના ધારાસભ્ય વિમલભાઈ ચુડાસમા, ગીર સોમનાથ જિલ્લા ભાજપના પ્રમુખ ર્ડો.સંજયભાઈ પરમાર, જિલ્લા પંચાયત પ્રમુખ મંજુલાબેન મુછાર, વેરાવળ નગરપાલિકાના પ્રમુખ પલ્લીબેન જાની, તથા ગીર સોમનાથ જિલ્લા પાર્ટીના તમામ હોદ્દેદારો, વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ ના અજીતસિંહ વસિષ્ઠ, સહિતના મહાનુભાવોના હસ્તે મેળાને ખુલ્લો મૂકવામાં આવ્યો



