E-Paper

ગાંધીધામની કાયાપલટ: ૧૭૬ કરોડના પ્રોજેક્ટ્સથી શહેર બનશે હાઈટેક, મળશે ‘આઈકોનિક ગૌરવ પથ

ગાંધીધામની કાયાપલટ: ૧૭૬ કરોડના પ્રોજેક્ટ્સથી શહેર બનશે હાઈટેક, મળશે ‘આઈકોનિક ગૌરવ પથ’

ગાંધીધામ: નવરચિત ગાંધીધામ મહાનગરપાલિકાને વિકાસની રફતાર આપતા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે આજે શહેરમાં ₹૧૭૬ કરોડના જંગી પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ કર્યો હતો. રાજ્ય સરકાર દ્વારા ફાળવવામાં આવેલા આ ભંડોળથી ગાંધીધામ હવે આધુનિક સુવિધાઓથી સજ્જ બનશે.

મુખ્યમંત્રીએ જે કામોની શરૂઆત કરાવી છે તેમાં શહેરની સુરક્ષા અને શિક્ષણ માટે મોડેલ ફાયર સ્ટેશન અને સ્માર્ટ લાઈબ્રેરીનો સમાવેશ થાય છે. શહેરના પ્રવેશને ભવ્ય બનાવવા એક ‘આઈકોનિક એન્ટ્રન્સ ગેટ’ પણ બનાવવામાં આવશે. આ ઉપરાંત, ગોપાલપુરી ગેટથી લઈને સર્વોદય ક્રિકેટ ગ્રાઉન્ડ સુધીના માર્ગને અત્યાધુનિક ‘ગૌરવ પથ’ તરીકે વિકસાવવામાં આવશે, જે શહેરની શાનમાં વધારો કરશે. પાયાની સુવિધાઓ જેવી કે રસ્તા, પાણી અને ગટર વ્યવસ્થાને પણ આ પેકેજમાં આવરી લેવાઈ છે. આ પ્રસંગે મંત્રી શ્રી ત્રિકમભાઈ છાંગા પણ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.

 

અહેવાલ. ધરકાસ મોખા

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!