E-Paper
ગીર સોમનાથમાં કમોસમી વરસાદથી થયેલ નુકસાન અંગે ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠક

ગીર સોમનાથ જિલ્લામાં કમોસમી વરસાદના કારણે ખેતી પાકોને થયેલા વ્યાપક નુકસાનના સંદર્ભે આજે કેબિનેટ મંત્રી શ્રી અર્જુનભાઈ મોઢવાડીયા તથા શ્રી પ્રદ્યુમ્ન વાજા ની અધ્યક્ષતામાં શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી, વેરાવળ ખાતે એક ઉચ્ચ સ્તરીય સમીક્ષા બેઠક યોજાઈ.
આ બેઠક દરમ્યાન સંબંધિત અધિકારીઓ પાસેથી પાકને થયેલા નુકસાનની વિગતવાર માહિતી મેળવી. મંત્રીશ્રીઓએ ખેડૂતોને તાત્કાલિક રાહત મળી રહે તે માટે સર્વેની કામગીરી ઝડપી અને પારદર્શક રીતે પૂર્ણ કરવા અધિકારીઓને કડક સૂચનાઓ આપી.
આ મહત્વપૂર્ણ બેઠકમાં જિલ્લાના અગ્રણી આગેવાનો તથા પ્રશાસનિક અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
✍️ અહેવાલ : ગાવડીયા કે. કે.




