E-Paper

કમાગુના ગ્રામ પંચાયતના કામોમાં ભ્રષ્ટાચારની શંકા — તટસ્થ તપાસની માગ..

કમાગુના ગ્રામ પંચાયતના કામોમાં ભ્રષ્ટાચારની શંકા — તટસ્થ તપાસની માગ..

અહેવાલ. ધરકાસ મોખા

 

ભૂજ તાલુકાના કમાગુના ગ્રામ પંચાયત વિસ્તારમાં થયેલા વિકાસ કાર્યોને લઈને ગંભીર અનિયમિતતાઓ સામે આવી રહી છે. ખાસ કરીને કબ્રસ્તાનમાં બનાવાયેલા દીવાલ અને ટાંકા જેવા કામ, નવા છે . જે જર્જરિત હાલતમાં જોવા મળી રહ્યા છે. તિરાડો, તૂટેલા ભાગો અને નબળી ગુણવત્તાની સાક્ષીરૂપે ઊભાં રહેલા આ બાંધકામો સરકારથી મળેલી ગ્રાન્ટના યોગ્ય ઉપયોગ અંગે મોટો સવાલ ઉભો કરે છે.

 

આ મુદ્દો પ્રથમવાર નવ નિર્માણ સેના ભૂજ તાલુકા પ્રમુખ ધરકાસ મોખાની નજરમાં આવ્યો હતો. તેમણે આ બાબતે સંબંધિત અધિકારીઓને અનેક વખત જાણ કરી હતી, તેમજ સોશિયલ મીડિયા અને અખબારો દ્વારા ધ્યાન દોર્યું હતું. છતાં આજદિન સુધી કોઈ કાર્યવાહી અથવા તપાસ હાથ ધરાઈ નથી,

 

તે ઉપરાંત સામાજિક કાર્યકર રજાક અબડાએ કમાગુના ગ્રામ વિકાસ કાર્યોની હકીકત જાણવા માટે RTI નોંધાવી હતી. જોકે તલાટીએ પૂરી અને ચોક્કસ માહિતી આપવાના બદલે અપૂર્ણ વિગતો જ આપી હોવાનું સામે આવ્યું છે, જે પારદર્શિતા અંગે સવાલો ઊભા કરે છે.

 

કમાગુ ગામમાં થયેલા અન્ય વિકાસ કાર્યો — ખાસ કરીને સીસી રોડના બાંધકામ વિશે પણ અનેક અનિયમિતતાઓની વાતો ચર્ચામાં છે. સરકાર દ્વારા મંજૂર કરાયેલા ખર્ચની સરખામણીમાં કામના ધોરણો જાહેરાત મુજબ ન હોવાનું કહેવાય છે.

 

આ પરિસ્થિતિને ધ્યાનમાં લઇને સ્થાનિક સ્તરે માંગ ઉઠી છે કે કમાગુના ગ્રામ પંચાયતના તમામ કાર્યોની તટસ્થ, સ્વતંત્ર અને સંપૂર્ણ તપાસ કરવામાં આવે, જેથી વાસ્તવિકતા બહાર આવી શકે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!