E-Paper

બન્ની પશુ મેળા–૨૦૨૫નો ભવ્ય પ્રારંભ

હોડકા (બન્ની), તા. ૮ : કચ્છ જિલ્લાના ભુજ તાલુકાના હોડકા (બન્ની) ગામે બન્ની પશુ ઉછેરક માલધારી સંગઠન દ્વારા આયોજિત બે દિવસીય ‘બન્ની પશુ મેળા–૨૦૨૫’ નો આજ રોજ ભવ્ય પ્રારંભ થયો.

 

આ પ્રસંગે કચ્છના લોકસભા સંસદ સભ્ય શ્રી વિનોદ ચાવડાએ ઉપસ્થિત રહી મેળાનું ઉદ્ઘાટન કર્યું તેમજ માલધારી સમુદાયના આ પરંપરાગત મેળાને શુભકામનાઓ પાઠવી.

 

આ મેળામાં બન્ની વિસ્તારના સેકડો પશુઉછેરકો, માલધારીઓ તથા સ્થાનિક લોકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. મેળામાં ઉત્તમ જાતિના પશુઓની પ્રદર્શન સાથે લોકસંસ્કૃતિના કાર્યક્રમો પણ યોજાયા હતા.

 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!