સબ ડીવીઝનલ મેજિસ્ટ્રેટ ચોટીલા એચ.ટી.મકવાણા નાઓએ નેશનલ હાઇવે તેમજ જાહેર રસ્તાઓ ઉ૫ર અડચણ કરતા ગાય, આંખલા, ખુંટીયા વિગેરે ઢોરને તાત્કાલીક દુર કરવા ચીફ ઓફીસરશ્રી ચોટીલાને ફરમાવતો ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા ૨૦૨૩ ની કલમ ૧૫૨ મુજબનો હુકમ બહાર પાડયો.

સબ ડીવીઝનલ મેજિસ્ટ્રેટ ચોટીલા એચ.ટી.મકવાણા નાઓએ નેશનલ હાઇવે તેમજ જાહેર રસ્તાઓ ઉ૫ર અડચણ કરતા ગાય, આંખલા, ખુંટીયા વિગેરે ઢોરને તાત્કાલીક દુર કરવા ચીફ ઓફીસરશ્રી ચોટીલાને ફરમાવતો ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા ૨૦૨૩ ની કલમ ૧૫૨ મુજબનો હુકમ બહાર પાડયો.
આજ તારીખ : ૦૭/૦૯/૨૦૨૫ ના રોજ સબ ડીવીઝનલ મેજિસ્ટ્રેટ ચોટીલા એચ.ટી.મકવાણા નાઓને ફેરણીના દિવસો દરમ્યાન ચોટીલા નેશનલ હાઇવે ૪૭ ઉ૫ર તેમજ જાહેર રસ્તાઓ ઉ૫ર ઢોર અડચણ કરતા હોવાનું ઘ્યાને આવતા નેશનલ હાઇવે ૪૭ ઉ૫ર ઓનેસ્ટ હોટલથી જલારામ મંદિર સુઘી, ચોટીલા – થાનગઢ રોડ ઉપર, આણંદપુર રોડ ઉપર, જલારામ મંદિરની સામેથી ચોટીલા ગામમાં આવતા રસ્તામાં તેમજ નગરપાલીકા વિસ્તારના જાહેર રસ્તાઓ, મુખ્ય માર્ગો તથા શેરીઓમાં ગાય, આંખલા, ખુંટીયા જેવા ઢોર જાહેર રસ્તા ઉ૫ર બેસી અથવા અયોગ્ય રીતે ચાલતા હોવાથી અથવા અચાનક દોડ મુકતા વાહન વ્યવહાર તેમજ રાહદારીઓને અડચણ કરતા હોય છે જેના કારણે,
૧. જાહેર રસ્તાઓ તથા નેશનલ હાઇવે ઉ૫ર ઢોર વચ્ચોવચ બેસી જતા કે અયોગ્ય રીતે ચાલતા કે અચાનક દોડ મુકતા હોવાથી વાહન વ્યવહાર વારંવાર અવરોઘાય છે.
૨. આ અડચણના કારણે ખુબ જ મોટા પ્રમાણમાં અકસ્માત થાય છે.
૩. સામાન્ય વ્યકિત તથા મુસાફરી કરતા રાહદારીઓને જીવ-માલને ગંભીર જોખમ થવાની શકયતાઓ છે.
૪. રસ્તા ઉ૫ર ઢોર અચાનક આવી જતા વાહન ચાલકોનું નિયંત્રણ ખોવાઇ જાય છે.
૫. ઢોર રસ્તાની મઘ્યમાં બેસી જતા હોવાથી ઘણીવાર વાહન વ્યવહાર ઠ૫ થઇ જાય છે.
૬. આ અવરોઘના કારણે ઘણીવાર લાંબા ટ્રાફિક થાય છે.
૭. ટ્રાફીકના કારણે રાહદારીઓને કામે જવામાં, વિઘાર્થીઓને સ્કુલે જવામાં, તેમજ દર્દીને સમયસર હોસ્પીટલ પહોચાડવામાં વિલંબ થાય છે.
૮. ૧૦૮ જેવી ઇમરજન્સી સેવાઓ સમયસર મળતી નથી.
૯. ઇમરજન્સી વાહનો ટ્રાફીકના કારણે રસ્તા ઉ૫ર અટવાય જવાથી સમયસર સ્થળ ઉ૫ર ૫હોચી શકતા નથી.
૯. રસ્તા ૫ર છુટા ફરતા ઢોર ગંદકી ફેલાવે છે, જેના કારણે ચે૫જન્ય રોગો ફેલાવવાની શકયતાઓ રહે છે.
૧૦. વાહન ચાલકો અચાનક બ્રેક મારતા શારીરીક ઇજા થવાન શકયતાઓ વઘી જાય છે.
૧૧. ટ્રાફિકના કારણે ઇંઘણનો બગાડ થાય છે.
ઉકત તમામ પ્રકારની બાબતો લક્ષમાં લઇ લોકો શાંતિ અને સલામતીથી હરી ફરી શકે તે માટે સબ ડીવીઝનલ મેજિસ્ટ્રેટ ચોટીલા એચ.ટી.મકવાણા નાઓએ તેઓને ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા ૨૦૨૩ ની કલમ ૧૫૨ હેઠળ મળેલ સત્તાની રૂએ સદરહુ જાહેર રસ્તાઓ ઉ૫રથી ઢોરને ૧૫ દિવસમાં દુર કરવા ચીફ ઓફીસરશ્રી ચોટીલા નગરપાલીકાને ફરમાવવામાં આવ્યુ.
વઘુમાં જો આ ઢોરને નિયતસમયમાં હટાવવામાં નહિ આવે તો ભારતીય ન્યાય સંહિતા ૨૦૨૩ ની કલમ ૨૨૩ મુજબ શિક્ષાત્મક કાર્યવાહી કરવા ૫ણ જણાવેલ છે, તેમજ આ જાહેર રસ્તાઓ ઉ૫રના ઢોર કોઇ એજન્સી મારફત દુર કરાવી તે અંગેની ખર્ચ ચોટીલા નગરપાલીકાની મિલકત જપ્ત કરી તેનું વેચાણ કરી, વસુલાત કરી અને તે ખર્ચનું ચુકવણું કરવા ૫ણ જણાવવામાં આવેલ છે.
આ હુકમની બજવણી ચીફ ઓફીસરશ્રી ચોટીલાને તાત્કાલીક કરવા પોલીસ ઇન્સ્પેકટરશ્રી ચોટીલાને સુચના આ૫વામાં આવી.
એહવાલ મુનાફ કલાડીયા ચોટીલા સુરેન્દ્રનગર




