E-Paper
તલોદ ગામ પ્રા શાળામાં ઇકોફ્રેન્ડલી ગણેશમૂર્તિ નિર્માણ સ્પર્ધા યોજાઈ

તલોદ ગામ પ્રા શાળામાં ઇકોફ્રેન્ડલી ગણેશમૂર્તિ નિર્માણ સ્પર્ધા યોજાઈ
પી.એમ. શ્રી તલોદગામ પ્રાથમિક શાળામાં ગણેશોત્સવ નિમિત્તે બાળકોની સર્જનાત્મકતા ખીલે, પર્યાવરણ સભાનતા અને આધ્યાત્મિક મૂલ્ય કેળવવા ઇકોફ્રેન્ડલી ગણેશમૂર્તિ નિર્માણ સ્પર્ધા રાખવામાં આવી હતી . જેમાં ૬૦ બાળકોએ ભાગ લીધો હતો સ્વનિર્મિત મૂર્તિ પ્રદર્શન ગોઠવ્યું હતું. આચાર્યશ્રીએ બાળકોની સર્જનાત્મકતા અને માર્ગદર્શક વર્ગશિક્ષકોના પ્રયાસને બિરદાવ્યો હતો . વિજેતા બાળકોને ઇનામ આપવામાં આવ્યા હતાં. સ્પર્ધાને અંતે બાળકોએ ગરબા કરી આનંદ અભિવ્યક્તિ કરી હતી.
અહેવાલ :જીતુભા રાઠોડ તલોદ




