ભાભર તાલુકાના કુવાળા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે રક્તદાન કેમ્પ યોજાયો..

બનાસકાંઠા જિલ્લા મુખ્ય આરોગ્ય અધિકારી ડો.એસ.એસ સોલંકી તાલુકા આરોગ્ય અધિકારી ભાભર ર્ડો. એચ. આર ઠાકોરના માર્ગદર્શન હેઠળ યોજાયેલ આ કેમ્પમાં સામાજિક આગેવાનો અને આજુ બાજુ ગામના યુવાનો નો સહયોગ મળ્યો હતો. કેમ્પમાં ભાભર તાલુકા આરોગ્ય અધિકારી ડૉ.એચ. આર ઠાકોર,કુવાળા સરપંચ બબાજી ઠાકોર તાલુકા હેલ્થ સુપરવાઈઝર ભાભર અમરતભાઈ પ્રજાપતિ ઉપસ્થિત રહ્યા હતા.આરોગ્ય કેમ્પને સફળ બનાવવા માટે કુવાળા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર મેડિકલ ઓફિસર ડૉ નિકિતા પોરણીયા, પી. એચ.સી સુપરવાઈઝર ભીખાભાઇ પરમાર અને કુવાળા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના તમામ આરોગ્ય કર્મચારીઓ એ જહેમત ઉઠાવી હતી.
આ બ્લડ ડોનેશન કેમ્પનો મુખ્ય ઉદ્દેશ,યુદ્ધ જેવી આકસ્મિક પરિસ્થિતિને પહોંચી વળવા તેમજ જોખમી સગર્ભા, થેલેસેમિયાગ્રસ્ત બાળકો માટે આ રક્તનો ઉપયોગ કરવાનો હતો.જેમાં 36 બોટલ બ્લડ એકત્ર કરવામાં આવ્યું હતું….
રીપોર્ટર.ભરત સુથાર દીયોદર