હાંસોટ કાકબા હોસ્પિટલ ખાતે કેડિલા ફાર્માસ્યુટીકલ્સ ના સી. એસ. આર. કાર્યક્રમ અંતર્ગત ગુજબી (એફ. પી. ઓ.)ના સહયોગથી મધમાખી ઉછેર દ્વારા આર્થિક સમૃદ્ધિ વિષય ઉપર સેમીનાર યોજવામાં આવ્યો હતો…

હાંસોટ કાકબા હોસ્પિટલ ખાતે કેડિલા ફાર્માસ્યુટીકલ્સ ના સી. એસ. આર. કાર્યક્રમ અંતર્ગત ગુજબી (એફ. પી. ઓ.)ના સહયોગથી મધમાખી ઉછેર દ્વારા આર્થિક સમૃદ્ધિ વિષય ઉપર સેમીનાર યોજવામાં આવ્યો હતો.
મધમાખી પાલન દ્વારા ખેડૂતોની આવક બમણી કરવાના ઉદ્દેશથી મધમાખી ઉછેરને પ્રોત્સાહન આપવા માટે સરકારની યોજનાઓ અને ગ્રાન્ટ વિષે જાણકારી આપવામાં આવી હતી બાગાયત ખાતું ગુજરાત રાજ્યના અધિકારીઓ પણ કાર્યક્રમમાં સામેલ થયા હતા
આ કાર્યક્રમમાં હાસોટ તાલુકાના ઉતરાજ, કલમ,અલવા , કાટાસાયણ,માલણપોર અને બોલાવ અને ઓલપાડ તાલુકાના ભટગામ વગેરે ગામના ખેડૂતોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો કાર્યક્રમ અંગે તેમનો પ્રતિભાવ આપતા ખેડૂતોએ જણાવ્યું હતું કે આ કાર્યક્રમથી તેમને મધમાખી પાલન વિશે ખૂબ જ ઉપયોગી માહિતી અને માર્ગદર્શન મળ્યા છે તેઓએ મધમાખી પાલનને આવકના વૈકલ્પિક સ્ત્રોત્ર તરીકે અપનાવવા માટે તેમનો ઉત્સાહ અને તૈયારી દર્શાવી હતી જે ખેડૂતોએ મધમાખી પાલન માટે તૈયારી દર્શાવી છે તેઓને વિશેષ માર્ગદર્શન તથા તેની સાથે સંલગ્ન અન્ય બાબતો વિશે માહિતગાર માટે નજીકના ભવિષ્યમાં એક અલગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવનાર છે
અહેવાલ : ગફુરભાઇ ખલીફા ભરૂચ