રેતી માફિયાઓમાં ફફડાટ: ઝાલોદ ડીવાયએસપીએ ઓવરલોડ રેતી ભરેલા 6 ડમ્પરો ઝડપી પાડયા, રેતી માફિયાઓમાં ફફડાટ

રેતી માફિયાઓમાં ફફડાટ: ઝાલોદ ડીવાયએસપીએ ઓવરલોડ રેતી ભરેલા 6 ડમ્પરો ઝડપી પાડયા, રેતી માફિયાઓમાં ફફડાટ
ઝાલોદ પોલીસે મંગળવારે સાંજે હાઈવે પર ચેકિંગ દરમિયાન મોટી કાર્યવાહી કરી છે. ડીવાયએસપી ડી.આર.પટેલ અને તેમની ટીમે લીમડી તરફથી આવી રહેલી 6 ઓવરલોડ રેતી ભરેલા ડમ્પરોને ઝડપી પાડ્યા હતા. ઝડપાયેલ ડમ્પરોની તપાસ દરમિયાન આ તમામ ડમપરોમાં જરૂરી દસ્તાવેજોનો અભાવ જોવા મળ્યો હતો. વધુમાં, ટ્રકોમાં નિયત કરતાં વધુ રેતી ભરેલી હતી. પોલીસે તમામ ટ્રકોને ચાલક સાથે ઝાલોદ પોલીસ સ્ટેશન ખાતે લઈ જઈને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.
આ કાર્યવાહીએ રેતી માફિયાઓમાં ફફડાટ ફેલાવ્યો છે. ઉલ્લેખનીય છે કે દેવગઢ બારીઆની પાનમ નદી અને છોટાઉદેપુરની ઓરસંગ નદીમાંથી અવૈધ રેતી ખનન થઈ રહ્યું છે. રેતી માફિયાઓ રોયલ્ટીની ચોરી કરીને રાત્રિ દરમિયાન ઓવરલોડ રેતી વહન કરે છે. ઝડપાયેલી ટ્રકોના નંબર GJ20X6251, RJ03GB6633, GJ20X8911, RJ03GA7669, GJ01DV0911 અને RJ03GA7080 છે. આ ટ્રકોમાંથી ત્રણ ગુજરાત અને ત્રણ રાજસ્થાન રજીસ્ટ્રેશન ધરાવે છે.
અહેવાલ : રાજકુમાર પરિહાર દાહોદ