E-Paper
ફતેપુરામાં ડીજે વિરુદ્ધ પોલીસની મોટી કાર્યવાહી: 4 ડીજે સંચાલકોની અટકાયત, મોડિફાઈડ વાહનો સામે RTO દ્વારા મેમો ફટકાર્યો..

ફતેપુરામાં ડીજે વિરુદ્ધ પોલીસની મોટી કાર્યવાહી: 4 ડીજે સંચાલકોની અટકાયત, મોડિફાઈડ વાહનો સામે RTO દ્વારા મેમો ફટકાર્યોફ.તેપુરા પોલીસે મોડી રાત સુધી મોટા અવાજે વગાડવામાં આવતા ડીજે સિસ્ટમ સામે કડક કાર્યવાહી કરી છે. પોલીસે છેલ્લા ચાર દિવસમાં તાલુકાના વિવિધ વિસ્તારોમાંથી ચાર ડીજે સિસ્ટમ જપ્ત કર્યા છે.રવાનગી વગર ડીજે વગાડવા અને જાહેરનામાના ભંગ બદલ ચાર ડીજે સંચાલકોની અટકાયત કરવામાં આવી છે. આ ઉપરાંત, નિયમો વિરુદ્ધ મોડિફાઈ કરેલા વાહનો સામે RTO દ્વારા મેમો ફટકારવામાં આવ્યો છે. આ સમગ્ર કાર્યવાહી પોલીસ ઈન્સ્પેક્ટર જે.એમ.ખાંટ અને પોલીસ સબ ઇન્સ્પેક્ટર જે.કે.રાઠોડના નેતૃત્વમાં હાથ ધરવામાં આવી હતી. પોલીસે જણાવ્યું કે સ્થાનિક રહીશોની ફરિયાદોને ધ્યાનમાં રાખીને આ કાર્યવાહી કરવામાં આવી છે.
અહેવાલ : રાજકુમાર પરિહાર દાહોદ