બોટાદના ખ્યાતનામ પથરીના હોમિયોપેથીક ડો.જીગ્નેશ હડિયલનું આણંદ હોમિયોપેથીક મેડિકલ કોલેજ એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટયૂટ દ્વારા કરાયું સન્માન.

બોટાદના ખ્યાતનામ પથરીના હોમિયોપેથીક ડો.જીગ્નેશ હડિયલનું આણંદ હોમિયોપેથીક મેડિકલ કોલેજ એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટયૂટ દ્વારા કરાયું સન્માન.
મુખ્યમંત્રી દ્વારા સન્માન અને ઓપરેશન વગર પથરી કાઢવાના સાત વર્લ્ડ રેકોર્ડસની સિદ્ધિઓ બદલ કરવામાં આવ્યું સન્માન.
તારીખ 30/03/2025 ને રવિવારના રોજ શ્રી રામકૃષ્ણ સેવા મંડળ કેમ્પસમાં આવેલ જી.એસ.પટેલ વિદ્યાભવનમાં આણંદ હોમિયોપેથીક મેડિકલ કોલેજ એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટયૂટમાં ઈ.સ. 1980 થી અત્યાર સુધીમાં અભ્યાસ કરીને ડોક્ટર બની ગયેલા દરેક ડોકટર મિત્રોનું મેગા એલ્યુમનીનું આયોજન કરવામાં આવેલ.આ આયોજનમાં કોલજમાંથી અભ્યાસ કરીને ડોકટર બની હોમિયોપેથીક ક્ષેત્રે જેમને ખૂબ જ નામના કમાયેલી છે અને જેમણે પોતાના ક્ષેત્રમાં જવલંત સફળતાઓ મેળવી કોલેજ નું નામ ગુજરાત તેમજ દેશ – વિદેશમાં રોશન કર્યું છે એવા તમામ મિત્રોનું AHMC & RI ઇન્સ્ટિટ્યૂટ દ્વારા સન્માન કરવામાં આવ્યું.આ સન્માનમાં બોટાદ જિલ્લાના ઘરેણું અને ખૂબ જ નાની ઉંમરમાં મોટી નામના મેળવેલ અને 2007 ની બેંચમાં અભ્યાસ કરી ચૂકેલા ડો.જીગ્નેશ હડિયલનું આરોગ્ય ક્ષેત્રે અસંખ્ય સિદ્ધઓ બદલ સન્માન કરવામાં આવ્યું. ઈ.સ.2007 ની બેંચ માં અભ્યાસ કરી ચૂકેલા મૂળ બોટાદના ડો. જીગ્નેશ હડિયલ દ્વારા કિડની અને પેશાબની નળીમાંથી ઓપરેશન વગર સૌથી મોટી પથરી કાઢવાના પાંચ વર્લ્ડ રેકોર્ડ તેમજ સૌથી નાના બાળકની પથરી કાઢવાના બે વર્લ્ડ રેકોર્ડ કરવામાં આવેલ અને “બેસ્ટ હોમિયોપેથીક ડોકટર ઓફ ધ યર ” એવોર્ડ પણ મેળવેલ.
ડો.જીગ્નેશ હડિયલ દ્વારા આરોગ્ય ક્ષેત્રની વિવિધ સિદ્ધિઓ બદલ ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ તેમજ ગુજરાતના કેબિનેટ મંત્રીશ્રી,ધારાસભ્યશ્રી,બોટાદ જિલ્લા કલેક્ટરશ્રી તેમજ પ્રાંત અધિકારીશ્રી દ્વારા 15મી ઓગસ્ટ અને 26મી જાન્યુઆરીના રોજ અલગ અલગ ત્રણ વાર સન્માન કરવામાં આવેલ.આણંદ હોમિયોપેથીક કોલેજમાં અભ્યાસ કરી હોમિયોપેથીક ક્ષેત્રે મેળવેલ સિદ્ધિઓ બદલ AHMC & RI દ્વારા ડો.જીગ્નેશ હડિયલનું સન્માન કરવામાં આવતા ફરી એક વાર ડો. હડિયલે બોટાદને અપાવ્યું ગૌરવ.
અહેવાલ કનુભાઈ ખાચર બોટાદ