આજ તારીખ : ૨૬/૦૫/૨૦૨૫ ના રોજ બપોરના ૦૧/૦૦ કલાકે નાયબ કલેકટર ચોટીલા એચ.ટી. મકવાણા ના અઘ્યક્ષ સ્થાને આ૫ત્તિ વ્યવસ્થા૫ન અંગે બેઠકનું આયોજન કરવામાં આવેલ,

આજ તારીખ : ૨૬/૦૫/૨૦૨૫ ના રોજ બપોરના ૦૧/૦૦ કલાકે નાયબ કલેકટર ચોટીલા એચ.ટી. મકવાણા ના અઘ્યક્ષ સ્થાને આ૫ત્તિ વ્યવસ્થા૫ન અંગે બેઠકનું આયોજન કરવામાં આવેલ,
જેમાં નીચે મુજબના મુદ્દાઓની ચર્ચા કરવામાં આવી.
૧. કમોસમી વરસાદ અને વાવાઝોડાની સંભાવના અંગે તૈયારી.
૨. તાત્કાલિક પ્રતિક્રિયા ટીમ (RRT)ની કામગીરી અને તૈયારી.
૩. રાહત શિબિરોની તૈયારી અને વ્યવસ્થા.
૪. તબીબી સહાય અને આરોગ્ય વિભાગની જવાબદારી.
૫. ખોરાક, પાણી અને રહેઠાણ જેવી આવશ્યક સેવાઓની ઉપલબ્ધતા.
૬. સંચાર વ્યવસ્થા અને માધ્યમો દ્વારા માહિતીનો પ્રસાર.
૭. સરકારી વિભાગો વચ્ચે સંકલન.
૮. એન.જી.ઓ./સ્વયંસેવક સંગઠનોની સહભાગીદારી.
૯. બચાવ અને રાહત કામગીરીમાં ઉપયોગમાં લેવાય તેવા સાધનો અને વાહનો.
૧૦. અગાઉના અનુભવ આધારિત સુધારા સૂચનો.
૧૧. જનજાગૃતિ અભિયાન અંગેની કામગીરી.
૧૨. કંટ્રોલ રૂપ નંબર જાહેર કરવામાં આવ્યો.
૧૩. નુકશાનીના સર્વે અંગેની ટીમો સ્ટેન્ડ બાય રાખવી.
૧૪. ગોડાઉનમાં પુરતો જથ્થો ઉ૫લબ્ઘ રાખવો.
૧૫. વારસાદી આંકડાઓ દર બે કલાકે સચોટ આ૫વા.
૧૬. વીજ પુરવઠો બંઘ થાય ત્યારે તે તાત્કાલીક ચાલુ કરવા ટીમો સ્ટેન્ડ બાય રાખવી.
૧૭. કોઝવે ઉ૫ર રેડીયમ વાળા સાઇન બોર્ડ લગાવવા. વિગેરે વિગેરે
આ બેઠકમાં નીચે મુજબના અઘિકારી / કર્મચારીઓ હાજર રહેલ .
૧. મામલતદારશ્રી ચોટીલા
૨. તાલુકા વિકાસ અઘિકારીશ્રી ચોટીલા
૩. પોલીસ ઇસ્પેકટરશ્રી ચોટીલા
૪. પોલીસ ઇસ્પેકટરશ્રી નાની મોલડી
૫. ચીફ ઓફીસરશ્રી ચોટીલા નગરપાલીકા
૬. નાયબ કાર્યપાલક ઇજનેરશ્રી પી.જી.વી.સી.એલ., ચોટીલા
૭. નાયબ કાર્યપાલક ઇજનેરશ્રી જેટકો, ચોટીલા
૮. નાયબ કાર્યપાલક ઇજનેરશ્રી પાણી પુરવઠા, ચોટીલા
૯. નાયબ કાર્યપાલક ઇજનેરશ્રી નર્મદા વિભાગ, ચોટીલા
૧૦. તાલુકા પ્રાથમિક શિક્ષણાઘિકારીશ્રી, ચોટીલા
૧૧. તાલુકા હેલ્થ ઓફીસરશ્રી ચોટીલા
અહેવાલ : મુનાફ કલાડિયા સુરેન્દ્રનગર