ભરૂચ ના વાગરા તાલુકાનું કડોદરા ગામ રામ ભરોસે… મોટી કોઈ દુઘટના બને તો જવાબદાર કોણ..

ભરૂચ ના વાગરા તાલુકાનું કડોદરા ગામ રામ ભરોસે… મોટી કોઈ દુઘટના બને તો જવાબદાર કોણ..ગુજરાતી g..
વિવાદોમાં રહેતા યોગેશ ગોહિલ અગાઉ પણ ડી.ડી.ઓ.ની વિરુધ્ધમાં વીડીયો વાયરલ કરેલ હોય અને તેઓને કારણદર્શક નોટીસ પણ આપવામાં આવી છે તેમજ અન્ય કચેરીમાં પણ પોતે પોતાના વીડીયો બનાવી વાયરલ કરવાનો શોખ ધરાવે છે…?
વાગરા તાલુકાના કડોદરા ગ્રામ પંચાયતના સરપંચ યોગેશ ગોહિલ વારંવાર વિવાદમાં જ રહેતા હોય છે. જેને લઈ અનેકવાર ગામસભા તેમજ તેઓ દ્ધારા પોતે ગામમાં હાજર ન રહેતા હોય તેવી અનેકવાર રજુઆતો કરવામાં આવી છે. જેનું મુખ્ય કારણ એ છે વાગરા તાલુકા કડોદરા ગામનો સરપંચ યોગેશ ગોહિલ ભરૂચ ખાતે આવેલ શ્રીજી પ્રવેશ સોસાયટી ઝાડેશ્વર ગામ પંચાયતની હદમાં રહેતા હોય તેવું જાણવા મળેલ છે. જેમાં મુખ્યત્વે એવું કહેવાય છે કે ગામનો જ ધણી ગામની બહાર રહેતો હોય તો ગામ કોના ભરોશે…. જો આ ગામમાં કોઈ મોટી હોનારત થાય તો તેની જવાબદારી ગામના ધણી એટલે યોગેશ ગોહિલ કે જેઓ ગામનાં પ્રથમ નાગરિક હોય તેની અંદરમાં આવતી હોય તો શું તેઓ કોઈ મોટી દુધટના બનશે તો તેની જવાબદારી પોતાના શીરે લેશે ખરા…?
કડોદરા ગ્રામ પંચાયતના સરપંચે ગામાત મંદિર તથા ધર્મશાળાને કોઈ પણ સક્ષમ અધિકારી ની પરવાનગી વિના તેમજ ગામસભામા આ બાબતનો ઠરાવ તેમજ ગામ લોકોને વિશ્વાસમાં લીધા વગર તોડી પાડવા અને તેનું લાકડું વેચીને ગામાત મંદિર તેમજ ધર્મશાળાની જમીન પર નવું પંચાયત ઘર બનાવી દેવામાં આવ્યું છે. જેથી ગ્રામજનોની ધાર્મિક લાગણી દુર્ભાવા સાથે સ્થાનિક રહીશોમાં રોષ પણ ફેલાવા પામ્યો છે. ગામ લોકો દાવો કરે છે કે સરપંચે ગામના લોકો ને વિશ્વાસ મા લીધા વગર અને કોઈ પણ સરકારી સક્ષમ અધિકારી ની પરવાનગી લીધા વગર અને જરૂરી મંજૂરીઓ મેળવ્યા વિના સરપંચે પોતાની બુધ્ધીનો ઉપયોગ કરી પોતે જ ગામમાં એકલા જ શાસન કરતા હોય તે રીતે ગામાત મંદિર અને ધર્મશાળા તોડી ધર્મશાળા ના સાગના લાકડા વેચી નાખેલ હોય અને તેના પૈસાનો આજદિન સુધી કોઈપણ જગ્યાએ ઉપયોગ કર્યો તેવું દર્શાવેલ નથી તેમ ગામજનો જણાવી રહયા છે. શું આ પૈસા સરપંચ પોતાના અંગત ખર્ચમાં વાપર્યા છે. જેથી તેઓ આ ખર્ચો ગામલોકોને બતાવી શકતા નથી…?
છેલ્લા દોઢ વર્ષ ઉપરાંતથી આ સરપંચ યોગેશ ગોહિલ વિરુધ્ધ અનેક રજુઆતો તેમજ લેખિત ફરીયાદો જેવી કે તાલુકા વિકાસ અધિકારી, જિલ્લા વિકાસ અધિકારી, ભરૂચ જિલ્લા કલેક્ટર અને મુખ્યમંત્રી કાર્યાલય (CMO) અને પ્રધાનમંત્રી કાર્યાલય (PMO) સહિત વિવિધ અધિકારીઓને અરજીઓ દાખલ કરેલ છે. પરંતુ અમુક લાંચિયા અધિકારીઓને સાથે રાખી આ અરજીઓ તેમજ ફરીયાદોમાં તપાસ કરવામાં વિલંબ કરાવી અરજદારોને હેરાન પરેશાન કરવાથી તેઓ પોતાની અરજી પાછી લઈ લેશે તેવી આશા અધિકારીઓને આપી તપાસમાં કોઈને કોઈ ઉચ્ચ અધિકારી કે સક્ષમ વ્યકિત પાસે તપાસ અધિકારીને ફોન કરાવી તપાસમાં વિલંબ કરવા માટે દબાણ આપતા હોય તેવી પણ ફરીયાદો રાવ કરી રહયા છે.
આખરે જિલ્લા વિકાસ અધિકારીએ તાલુકા વિકાસ અધિકારીને તારીખ ૦૬/૦૯/ર૦ર૪ના રોજ તાલુકા વિકાસ અધિકારી ને પત્ર દ્વારા જણાવેલ કે વાગરા તાલુકા ના કડોદરા ગામના લોકોની રજૂઆત અને અરજી બાબતે કડોદરા ગામની નવી પંચાયત બનાવવા માટે ગામાત મંદિર અને ધર્મશાળા તોડી નાખી ટ્રસ્ટની જમીન ઉપર ગેરકાયદેસર બાંધકામ કરવા બાબતની ગામ લોકોએ જિલ્લા વિકાસ અધિકારીને રજૂઆત કરેલ છે. જે અહેવાલ તાલુકા વિકાસ અધિકારી દ્વારા તારીખ ૦૭/૦૮/ર૦ર૪ના રોજ જિલ્લા વિકાસ અધિકારીને રજૂ કરેલ છે જેની વિગતો જોતા ગામ પંચાયતને પંચાયત હસ્તકની તમામ મિલકતોની જાળવણી કરવાની ફરજ છે. ગુજરાત પંચાયત અધિનિયમ –૧૯૯૩ ની કલમ ૧૧૦ની જોગવાઈ પરત્વે તાલુકા વિકાસ અધિકારી વાગરાની કચેરીએથી નિયમોનુસાર કાર્યવાહી કરવા જિલ્લા વિકાસ અધિકારી,ભરૂચનાઓએ વાગરા તાલુકા વિકાસ અધિકારીને આ અંગે કાર્યવાહી કરવા તારીખ ૦૬/૦૯/ર૦ર૪ ના રોજ આદેશ આપ્યો હતો.પરંતુ વાગરા તાલુકા વિકાસ અધિકારી નરેશ લાડુમોર દ્વારા તારીખ ૦૭/૦૮/ર૦ર૪ ના રોજ ખોટો રિપોર્ટ સરપંચના મળતીયા અધિકારીઓના કહેવાથી બનાવીને ભરૂચ જિલ્લા વિકાસ અધિકારીને સુપ્રત કર્યો હતો. ત્યાર બાદ હાલના તાલુકા પંચાયત વાગરાના તમફ ધ્રુવ પટેલ સાહેબ ણ મહિના બાદ સ્થળ નિરીક્ષણ કરવા આવ્યા હોય. જેથી ગામ લોકો એ ધ્રુવ પટેલ ઉપર આક્રોશ થાલવતા જણાવ્યું હતું કે અરજદારોને જાણ કર્યા વિના તપાસ કરવા આવ્યા હોઈ તેમજ સરપંચને કેવી રીતે બચાવવો તેની કાર્યવાહી કરવા આવ્યા છો તેમ કહી ગામ લોકો તાલુકા વિકાસ અધિકારી ધ્રુવ પટેલ ઉપર આક્ષેપો કર્યા હતા અને તેઓ દ્ધારા દોષનો ટોપલો તલાટી કમ મંત્રી પાયલબેન ચૌધરી ઉપર ઠાલવ્યો હોફ અને એવું કહયું કે અરજદારને ફોન કરી તલાટી કમ મંત્રી બોલાવે તેમ કહી પોતાની છટકબારી શોધી લીધી હોય પરંતુ અરજદારોએ ટી.ડી.ઓ.ની સામે જ પાયલ ચૌધરી રૂબરૂ પુછતાં તેઓને જવાબ આપવાના ફાફા પડી ગયા હતા એન પોતે પોતાની ભૂલ છુપાવવા મેં અરજદારને ફોન કરેલ પરંતુ અરજદારનો ફોન લાગતો નથી તેવું બહાના કાઢી પોતાની બચાવ ટી.ડી.ઓ. સામે કરવા ગયા હતા. પરંતુ અરજદારે પાયલ ચૌધરીને જણાવેલ કે તમે મને ફોન લગાવેલ હોય તો તમારા ફોનમાં બતાવો તો તે બતાવવામાં પણ પાયલ ચૌધરીને ફાંફા પડી ગયા. જેથી અરજદારની સામે પોતાની પોલ ખુલી જવા બાદ પણ ટી.ડી.ઓ. ધુ્રવ પટેલ દ્ધારા આ પાયલ ચૌધરી કેમ ઠપકો આપવામાં ન આવ્યો…? તેમજ આ તલાટી પાયલ વિરુધ્ધ અનેક ફરીયાદો તેમજ પોતાની કચેરીમાં સમયસર અને નિયમિત હાજર ન હોય તેમજ અવાર નવાર ગામલોકોની રજુઆતોને ધ્યાને લેવાના બદલે તેઓને વારંવાર ફોન ન કરવા ખખડાવવામાં આવે છે અને નાછુટકે પોલીસ ફરીયાદ કરવાની ધમકીઓ પણ આપવામાં આ પાયલબેન ચૌધરી બાકી નથી રાખતા…?
હવે જોવું એ રહ્યું કે વાગરા તાલુકા વિકાસ અધિકારી દ્વારા હક્કીકત લક્ષી રિપોર્ટ બનાવી રિપોર્ટ તૈયાર કરી કડોદરા ગામના સરપંચ સામે ગુજરાત પંચાયત અધિનિયમ મુજબ કાયદેસરની કાર્યવાહી કરે છે કે કેમ તે જોવું રહ્યું…. કે પછી ફરી એકવાર ગામના સરપંચ યોગેશ ગોહિલ પોતાનો હુકમનો એકકો બહાર કાઢી કચેરીમાં ફોન કરાવશે…? બોલો એવો કયો હુકમનો એકકો આ યોગેશ ગોહિલ પાસે છે…?
જોકે, તાલુકા વિકાસ અધિકારીએ સ્થળનું નિરીક્ષણ કરવામાં માત્રને માત્ર છ મહિનાનો સમય લીધો હોય જેને લઈ ગામલોકોએ તેઓને કડોદરા પંચાયત પાસે જ ઘેરી લીધા હોય અને આટલી બધી અરજીઓ કરવા છતાં કેમ આ ગામમાં આવવામાં વિલંબ કરવામાં આવેલ છે…? શું આ ગામમાં આવવામાં ટી.ડી.ઓ.ને કોઈ અધિકારી કે રાજનેતાની બીક તો નથી લાગતી ને…? શું આ તપાસ બાદ ધુ્રવ પટેલ પોતાની ફરજ નિષ્ઠાપૂર્વક નિભાવી સરપંચ વિરુધ્ધ કાયદેસર કાર્યવાહી કરશે કે પછી પહેલાના ટી.ડી.ઓ.ની જેમ જ ફરીયાદ કરવામાં વિલંબ કરશે…? જો કે આવનાર દિવસમાં ટી.ડી.ઓ. ધુ્રવ પટેલ તેમજ અન્ય લાગતા વળગતા અધિકારીઓ વિરુધ્ધમાં નામજોગ હાઈકોર્ટમાં રાવ નાંખે તેવી પણ ગામજનો ચીમકી ઉચ્ચારી રહયા છે. જો કે હવે એ જોવું રહયું કે, ટી.ડી.ઓ. શું કાર્યવાહી કરશે…?
બ્યુરો ચિફ – ઇલ્યાસ મન્સૂરી